|
આઇપીએલમાં આજે દિલ્હી અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે જંગ |
|
|
|
રમત જગત સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
શુક્રવાર, 12 માર્ચ 2010 |
|
ઇજાગ્રસ્ત યુવરાજ, માર્શ અને બ્રેટ લી શંકાસ્પદ
મોહાલી,તા.૧૨
હાઇપ્રોફાઇલ આઇપીએલની ત્રીજી સિઝનમાં ચેમ્પિયન બનવા માટેની ફેવરીટ દિલ્હી
ડેરડેવિલ્સ સામે આવતીકાલે સ્ટાર ખેલાડીઓની ઇજાના કારણે પરેશાન કિંગ્સ
ઇલેવન પંજાબનો મુકાબલો થશે. આવતીકાલની મેચમાં પંજાબ તરફથી સંગાકારા પ્રથમ
વખત ટીમનું સુકાન સંભાળશે તો બીજી તરફ દિલ્હીના કેપ્ટન તરીકે ગંભીર પહેલી
વખત રમવા ઉતરશે. આવતીકાલની મેચમાં જીતવા માટે દિલ્હીની ટીમ ફેવરીટ મનાય છે.
દિલ્હી જીતવા માટે ફેવરીટ
પંજાબની ટીમનો સુપરસ્ટાર ખેલાડી યુવરાજ સિંઘ ઇજાગ્રસ્ત હોવાથી આવતીકાલની મેચમાં રમવા માટે શંકાસ્પદ છે. તેની સાથે જ પંજાબના આધારભૂત ઓસ્ટ્રેલિયન ક્રિકેટરો બ્રેટ લી અને શોન માર્શ પણ ઇજાના કારણે પરેશાન છે. ઇરફાન પઠાણને પણ ઇજાના કારણે આરામ કરવો પડે તેવી શક્યતા છે જેના કારણે પંજાબની ટીમ તેની પ્રથમ હરોળની ટીમને મેદાનમાં ઉતારી શકે તેમ નથી. બીજી તરફ દિલ્હીની ટીમમાં ગંભીર, સેહવાગ, વોર્નર, દિલશાન, ડી વિલિયર્સ, નેનીસ સહિતના સ્ટાર ખેલાડીઓ ફિટ છે અને આવતીકાલના મુકાબલામાં રમવા માટે નિશ્ચિત છે.
દિલ્હીને એક માત્ર ન્યુઝીલેન્ડના કેપ્ટન વેટ્ટોરીની ખોટ પડશે કે જે ૩૧ માર્ચ બાદ ટીમ સામે જોડાશે. દિનેશ કાર્તિક પણ તેની વિસ્ફોટક બેટીંગ વડે મોટો ઉલટફેર સર્જી શકે છે.
દિલ્હીના સ્ટાર ખેલાડીઓ ઃ ગંભીર (કેપ્ટન), સેહવાગ, ડી વિલિયર્સ, દિલશાન, દિનેશ કાર્તિક, મેક ડોનાલ્ડ, મહારૃફ, મિશ્રા, નેનીસ, પારનેલ, નેહરા, વોર્નર.
પંજાબના સ્ટાર ખેલાડીઓ ઃ સંગાકારા (કેપ્ટન), યુવરાજ, જયવર્દને, બોપારા, શ્રીસંત, ઇરફાન પઠાણ, કૈફ, બરાથ, પોવાર.
|