Last Updated:19 ડિસેમ્બર 2011

ગુજરાતનો કોલેજ ડ્રોપઆઉટ પણ ફોર્બ્સની યાદીમાં સામેલ રીયલ એસ્ટેટનો વ્યવસાય કરતા શાહિદ બલવાની સંપત્તિ ૧ છાપો ઈ-મેલ
આંતરરાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GSNEWS   
ગુરુવાર, 11 માર્ચ 2010
ગુજરાતનો કોલેજ ડ્રોપઆઉટ પણ ફોર્બ્સની યાદીમાં સામેલ

(પીટીઆઇ)    ન્યુ યોર્ક, તા.૧૧
ફોર્બ્સના તાજા 'રીચ લીસ્ટ'માં કોલેજ છોડીને બિઝનેસ શરૃ કરનાર ગુજરાતના શાહીદ બલવાનું નામ યાદીમાં પ્રથમ વખત સ્થાન મેળવનાર ટોચના ૯૭ અબજોપતિઓમાં સામેલ છે. રિયલ એસ્ટેટનો વ્યવસાય કરતા બલવા ૧ અબજ ડૉલરની સંપત્તિ સાથે ફોર્બ્સના લીસ્ટમાં સ્થાન મેળવ્યું છે.
ફોર્બ્સે નોંધ્યું હતું કે બલવાનો પરિવાર રેસ્ટોરાંનો વ્યવસાય શરૃ કરવા માટે ગુજરાતથી મુંબઇમાં સ્થાયી થયો હતો. કોલેજ છોડનાર શાહિદ બલવાએ રિયલ એસ્ટેટના બિઝનેસમાં ઝુકાવ્યું હતું. તેમની રિયલ એસ્ટેટ કંપની હાલ ૬ કરોડ ચોરસ ફૂટનુ ડેવલપમેન્ટ કરી રહી છે.

ફોર્બ્સના ૧,૦૧૧ બિલિયોનેર્સની યાદીમાં બલવા ૯૩૭મા ક્રમે છે. ફોર્બ્સે જણાવ્યું હતું કે યાદીમાં પ્રથમ વખત સ્થાન મેળવનારા અબજોપતિઓમાં મોટાભાગના એવા છે જેમણે પરિવારના વારસારૃપે નહિ પણ જાતમહેનતથી સંપત્તિનું સર્જન કર્યું હતું.

ફોર્બ્સની યાદીમાં પ્રથમ વખત સ્થાન મેળવનારા અબજોપતિઓમાં ૫ અબજ ડૉલરની સંપત્તિ ધરાવતા ચિલીના પોલ નૉલમનનું નામ સૌથી ટોચે છે. આ યાદીમાં પાકિસ્તાનના નિકાસકાર મીયા મોહમ્મદ મંશાનું નામ પણ સામેલ છે, કપાસનું નિકાસ કરતા આ બિઝનેસમેન પણ ૧ અબજ ડૉલરની સંપત્તિ ધરાવે છે.
 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

રાષ્ટ્રીય સમાચાર

મનોરંજન સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી