Last Updated:19 ડિસેમ્બર 2011

મુકેશ અંબાણી, લક્ષ્મી મિત્તલનો ટોચના ૧૦ ધનિકોમાં સમાવેશ છાપો ઈ-મેલ
આંતરરાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GSNEWS   
ગુરુવાર, 11 માર્ચ 2010
ફોર્બ્સની ટોપ-૫૦ બિલિયોનેર્સ યાદી

(પીટીઆઇ)    વોશિંગ્ટન, તા.૧૧
પ્રસિદ્ધ બિઝનેસ મેગેઝિન ફોર્બ્સે જાહેર કરેલી વિશ્વના ટોપ-૫૦ બિલિયોનેર્સની યાદીમાં ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને લક્ષ્મી મિત્તલનું નામ ટોપ-૧૦માં સામેલ છે. જ્યારે મેક્સિકોના બિઝનેસ ટાયકૂન કાર્લો હેલુ સ્લીમે ૫૩.૫ અબજ ડૉલરની સંપત્તિ સાથે અમેરિકાના અબજોપતિ બિલ ગેટ્સ તથા વોરેન બફેટને મ્હાત કરીને પૃથ્વી પરની સૌથી સમૃદ્ધ વ્યક્તિ તરીકે યાદીમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. યાદી મુજબ ૨૯ અબજ ડૉલરની સંપત્તિ સાથે મુકેશ અંબાણીએ સતત બીજા વર્ષે સૌથી સમૃદ્ધ ભારતીય તરીકે સ્થાન જાળવી રાખ્યું છે.
૫૩.૮ અબજની સંપત્તિ સાથે કાર્લો હેલુ સ્લીમ પ્રથમ સ્થાને ઃ બિલ ગેટ્સ બીજા, વૉરેન બફેટ ત્રીજા અને મુકેશ અંબાણી ચોથા ક્રમે

વિશ્વની સૌથી સમૃદ્ધ વ્યક્તિઓની યાદીમાં મુકેશ અંબાણીનું નામ ૪થા ક્રમે છે, છેલ્લા ૧૨ મહિનામાં તેમની સંપત્તિમાં ૯.૫ અબજ ડૉલરનો વધારો થયો હતો. જ્યારે ૫મા ક્રમે લક્ષ્મી મિત્તલ છે. ફોર્બ્સ મેગેઝિને જાહેર કરેલી ટોચના ૫૦ અબજોપતિઓની યાદીમાં ચાર ભારતીયો સામેલ છે, જ્યારે સૌથી સમૃદ્ધ ૧,૦૧૧ વ્યક્તિઓની યાદીમાં ૪૯ ભારતીયોના નામ છે, એકવર્ષ અગાઉ આ સંખ્યા ૨૪ની હતી.
યાદીમાં ટોચનું સ્થાન મેળવનાર મેક્સિકોના કાર્લો સ્લીમની સંપત્તિ છેલ્લા ૧૨ મહિનામાં ૧૮.૫ અબજ ડૉલરના વધારા સાથે ૫૩.૫ અબજ ડૉલર થઇ હતી. સ્લીમે માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સને પાછળ રાખી દીધા હતા, ગેટ્સ છેલ્લા ૧૫ વર્ષથી વિશ્વની સૌથી સમૃદ્ધ વ્યક્તિ હતા. હાલ ૫૩ અબજ ડૉલરની સંપત્તિ સાથે બિલ ગેટ્સ યાદીમાં બીજા ક્રમે છે, તો બર્કશાયર હેથવેના શેરમાં ઉછાળો આવતા વોરેન બફેટની સંપત્તિ ૧૦ અબજ ડૉલરથી વધીને ૪૭ અબજ ડૉલર થઇ હતી, બફેટ યાદીમાં ત્રીજા ક્રમે છે.

ફોર્બ્સની યાદીમાં ચોથો ક્રમ ધરાવનાર મુકેશ અંબાણીની સંપત્તિ ૨૯ અબજ ડૉલરની આંકવામાં આવી હતી, જ્યારે તેમના નાના ભાઇ અનિલ અંબાણી ૧૩.૭ અબજ ડૉલરની નેટવર્થ સાથે યાદીમાં ૩૬મા ક્રમે છે. ૨૦૦૯ની યાદીમાં અનિલ અંબાણી ૩૪મા ક્રમે હતા, પણ આ વખતે તેઓ બે ક્રમ નીચે ઉતરીને ૩૬મા ક્રમે ચાલ્યા ગયા છે.
સ્ટીલ ટાયકૂન મિત્તલ ૨૮.૭ અબજ ડૉલરની સંપત્તિ સાથે યાદીમાં પાંચમા ક્રમે છે. મિત્તલની સંપત્તિમાં છેલ્લા ૧૨ મહિનામાં ૯ અબજ ડૉલરથી વધુનો ઉમેરો થયો હતો. ફોર્બ્સે નોંધ્યું હતું કે તેઓ ઝારખંડ અને ઓરિસ્સામાં સ્ટીલ પ્લાન્ટ શરૃ કરવા ઇચ્છે છે પણ સરકારની મંજૂરી મળી નથી. ફોબ્સે મિત્તલને લંડનની સૌથી સમૃદ્ધિ વ્યક્તિ જાહેર કરી હતી. યાદીમાં સામેલ ભારતીય અબજોપતિઓની કુલ સંપત્તિ ૧૧૮.૯ અબજ ડૉલરથી વધીને ૨૨૭.૯ અબજ ડૉલર થઇ હતી.

ભારતની ત્રીજા ક્રમની સૌથી મોટી સોફ્ટવેર કંપની વિપ્રોના વડા અઝીમ પ્રેમજી ૧૭.૦ અબજ ડૉલરની સંપત્તિ સાથે ફોર્બ્સની યાદીમાં ૨૮મા ક્રમે છે.
૧૩ અબજ ડૉલરની સંપત્તિ ધરાવતા શશી અને રવિ રૃઇયા ભાઇઓ યાદીમાં ૪૦મા ક્રમે છે. ટોચના ૫૦ સમૃદ્ધોની યાદીમાં સામેલ અન્ય ભારતીયોમાં ૧૨.૨ અબજ ડૉલરની સંપત્તિ ધરાવતા સાવિત્રી જીંદાલનું નામ ૪૪મા ક્રમે છે. ૨૦૦૫માં હેલિકોપ્ટર અકસ્માતમાં પતિ ઓ.પી.જીંદાલનું અવસાન થયા બાદ તેમણે કંપનીનો કાર્યભાર સંભાળ્યો હતો.
 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

રાષ્ટ્રીય સમાચાર

મનોરંજન સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી