|
મધ્ય લંડનના ઓફિસ બિલ્ડીંગ અને રેસ્ટોરાંમાં ભીષણ આગઅને |
|
|
|
આંતરરાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
ગુરુવાર, 11 માર્ચ 2010 |
(પી.ટી.આઇ.) લંડન, તા. ૧૧
મધ્ય લંડનના શોરીડિચ વિસ્તારમાં આવેલી એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ લાગતા
આસપાસની અનેક ઇમારતોના લોકો બહાર દોડી આવ્યા હતા. આગને ઠારવા માટે
અગ્નિશામક દળના ૧૨૫થી વધુ કર્મચારીઓને યુદ્ધના ધોરણે કામે લગાડવાની ફરજ
પડી હતી. જો કે તંત્રએ સમયસૂચકતા વાપરીને કરેલી કામગીરીથી આગમાં કોઈ
જાનહાનિ અટકાવવામાં સફળતા મળી હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે શોરીડિચના આ વિસ્તારમાં અનેક ભવ્ય મકાનો, રેસ્ટોરંટ અને બાર આવેલા છે. મોડી રાત્રે રેસ્ટોરંટ અને ઓફિસની ઇમારતમાં લાગેલી ભીષણ આગને ઠારવામાં છેક વહેલી સવારે ૪ વાગ્યાની આસપાસ સફળતા મળી હતી. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થયાના અહેવાલો પ્રકાશમાં આવ્યા નથી.
અગ્નિશામક દળના જવાનોએ આગમાં લપેટાયેલી આ બન્ને ઇમારતોને ઘેરી લઈને તેની આસપાસની ઇમારતોમાંથી પણ લોકોને સલામત સ્થળે ખસી જવા કહ્યું હતું. લંડન અગ્નિશામક દળના પ્રવક્તાએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ ઇમારતના બીજા અને ત્રીજા માળ પર આગની તીવ્રતા વધારે હતી અને અગનજ્વાળાઓ દૂરથી પણ જોઈ શકાતી હતી. ઉલ્લેખનીય છે કે આગના કારણે સમગ્ર વિસ્તારમાં વાતાવરણ ધુમાડિયું બની ગયું હતું જેના કારણે લોકોને શ્વાસ લેવામાંં તકલીફ પડવાની અને આંખો બળવાની ફરિયાદો પણ કરી હતી.
જો કે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી શોધી શકાયું નથી પણ સૂત્રો શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે.
|