Last Updated:19 ડિસેમ્બર 2011

મહિલા અનામતને સમર્થનને મુદ્દે ભાજપમાં પણ અસંતોષ છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GSNEWS   
ગુરુવાર, 11 માર્ચ 2010
(પી.ટી.આઇ.)             નવી દિલ્હી, તા. ૧૧
મહિલા અનામત વિધેયક અંગે ભાજપમાં પણ અશાંતિ ઊભી થઈ છે. લોકસભામાં ભાજપના સાંસદોના એક જૂથે આ વિધેયક તરફ પોતાનો વિરોધ દર્શાવી તેની વિરુદ્ધ મતદાન કરવાની ધમકી પણ આપી હતી.
આના પરિણામે બિલ સામેના વિરોધને કચડી નાંખવા ભાજપએ બિલને સમર્થન આપવાનો વ્હીપ જારી કરવાનો નિર્ણય ગુરૃવારે લીધો હતો.
અસંતુષ્ટ સાંસદોને ભાજપ હાઇકમાન્ડે સમજાવ્યા ઔ બિલની તરફેણમાં મતદાન માટે વ્હીપ જારી કરવા નિર્ણય

બળવાની ગંધ આવતા જ લોકસભામાં વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજ, રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા અરૃણ જેટલી, ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ રાજનાથસિંહ સહિતના નેતાઓ ગુરૃવારે સવારે બિલવિરોધી ભાજપી સાંસદોને મળ્યા હતા અને તેમની ભીતિને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો.
ભાજપના વરિષ્ઠ નેતાઓ નુકસાનને નિયંત્રણમાં લેવાની કામગીરીમાં જોડાયા હતા અને ૧૦૮મા બંધારણીય સુધારા, ૨૦૦૮ (મહિલા અનામત બિલ) અંગે પક્ષના વલણને અપનાવવા માટે આ વિરોધી સભ્યોને વ્હીપ આપવા નિર્ણય લીધો હતો.
 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી