|
રૃ।.૮૦૦૦ પગાર અને બેંક ખાતામાં રૃ।. ૨૭ કરોડ બેલેન્સ |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
ગુરુવાર, 11 માર્ચ 2010 |
|
કરચોરી કરવાનો નવતર કીમિયો
(પ્રતિનિધિ દ્વારા) સુરત, ગુરૃવાર
ગિન્ની ફેશનના માલિકે કરચોરી છુપાવવા માટે પોતાના રૃ।. ૮ હજારના પગારદાર
કર્મચારીને પોતાની એક ટેકસટાઇલ પેઢીનો માલિક બનાવી દીધો હતો અને તેના નામે
બેંક અકાઉન્ટ ખોલીને મોટી રકમનું ટ્રાન્ઝેકશન કરવામાં આવતું હતું.
કરચોરીના આ નવતર કિમીયાથી ઇન્કમટેકસ અધિકારીો પણ ચોંકી ગયા હતા.
ગિન્ની ફેશનના સંચાલકે પગારદાર કર્મચારીને એક પેઢીનો માલિક બનાવી તેના ખાતામાં રકમ જમા કરી
ગિન્ની ફેશનના સંચાલક રાજેશ પ્રાણસુખાએ રીંગરોડની અનુપમ ટેકસટાઇલમાં આવેલી પેઢીના માલિક તરીકે તરૃણકુમાર બુચાસિયા નામના શખ્સને દર્શાવ્યો હતો. આ શખ્સના બેંક ખાતામાં વર્ષ ૨૦૦૫-૦૬ની અત્યાર સુધીમાં દર વર્ષે સરેરાશ રૃ।. ૪ કરોડ લેખે રાજેશ પ્રાણસુખા પોતાની બેનામી આવક જમા કરાવીને ટેકસટોરી કરતા હતા. ઇન્કમટેકસ અધિકારીઓએ પાનકાર્ડના આધઆરે તરૃણકુમાર બુચાસિયાની કરોડો રૃપિયાની બેંક ડિપોઝીટના વ્યવહારોનો સર્વે કર્યો હતો.
દરમિયાન તરૃણકુમાર બુચાસિયાએ પોતે રાજેશ પ્રાણસુખાના પગારદાર કર્મચારી હોવાનું કબૂલી લીધુ હતુ.જ્યારે ટેક્સટાઈલ ટ્રેડર્સ રાજેશ પ્રાણસુખાએ પણ આયકર ખાતાના અધિકારીઓ સમક્ષ સમગ્ર હકીકતને કબૂલી લીધી હતી.જેથી આયકર ખાતાએ રૃ.૨૭ કરોડની બેંક ડીપોઝીટ પર ૧૫ ટકા પ્રોફિટ માર્જીન પર બેનામી આવક જાહેર કરવા જણાવ્યું હતુ.પરંતુ રાજેશ પ્રાણસુખાએ પોતાના પ્રોફીટ માર્જીનને પ૮ ટકા ગણાવીને રૃ.૨.૫૦કરોડની કરચોરી કબૂલી લીધી હતી.જેથી રાજેશ પ્રાણસુખાની રૃ.૨.૫૦ કરોડની બેનામી આવક પર ૩૦ ટકા લેખે ટેક્સ ભરવો પડશે જ્યારે બાકીની રકમ પર ૩ ગણા એટલે કે ૩૦૦ ટકા પેનલ્ટી ભરવાનો વારો આવ્યો છે.
અલબત્ત ટેક્સટાઈલ ટ્રેડર્સ ગિન્ની ફેશન્સના સંચાલક રાજેશ પ્રાણસુખાની કરચોરીના આ નવતર પ્રકારના કિમિયાને પગલે આયકર ખાતાના અધિકારીઓ પણ ચોંકી ગયા હતા.
|