Last Updated:19 ડિસેમ્બર 2011

પાકિસ્તાન હોકી ટીમના તમામ ૧૮ ખેલાડીઓએ નિવૃત્તિ જાહેર કરી છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GSNEWS   
ગુરુવાર, 11 માર્ચ 2010
નવી દિલ્હી, તા. ૧૧
હાલ ચાલતી વર્લ્ડકપ હોકીમાં ૧૨માં અને સૌથી છેલ્લા રહેવાનો કલંકિત આઘાત અનુભવતા પાકિસ્તાનના તમામ ૧૮ ખેલાડીઓની ટીમે નિવૃત્તિ જાહેર કરી દીધી છે. આજે ૧૧-૧૨માં ક્રમ માટેની મેચમાં પણ પાકિસ્તાનનો કેનેડા સામે ૨-૩થી પરાજય થતા તેો સૌથી છેલ્લા ૧૨માં ક્રમે રહ્યા હતા. વર્લ્ડકપના ઇતિહાસમાં પાકિસ્તાન સૌ પ્રથમ વખત સૌથી છેલ્લા ક્રમે રહ્યું હતું. પાકિસ્તાનની ટીમે આ અસાધારણ પગલું સ્વદેશ પહોંચતી વખતે ચાહકો અને પાકિસ્તાન હોકી ફેડરેશનનો રોષ ઓછો થાય તે ધારણા સાથે ભર્યું હોવાનું મનાય છે.
પાક.નો સૌથી કંગાળ દેખાવઃ કેનેડા સામે ૨-૩થી હારતા પાકમાં રોષ ઃ વર્લ્ડકપમાં સૌથી છેલ્લા ૧૨મા ક્રમે રહેતા હતાશા

પાકિસ્તાન આ વર્લ્ડકપમાં કુલ છ મેચો રમ્યું હતું એ તેમાંથી પાંચમાં તેઓનો પરાજય થયો હતો. પાકિસ્તાનની આ નાલેશીમાં ભારત સામે તેઓનો શરમજનક પરાજય થયો તો વધુ અસહ્ય બાબત તેઓ માટે પૂરવાર થઇ છે. ગઇકાલે પાકિસ્તાન ક્રિકેટમાં ભૂકંપ સર્જાતા સાત ક્રિકેટરોને આકરી સજા જાહેર થઇ હતી. આજે હોકીની આખી ટીમે આવી હકાલપટ્ટી ઘેર જઇને થાય તે પહેલા જ પાણી પહેલા પાળ બાંધી દીધી છે. ભારતની જેમ પાકિસ્તાનનો પણ હોકી વિશ્વમાં જમાનો હતો. ૧૯૭૧, ૧૯૭૮, ૧૯૮૨ અને ૧૯૯૪માં તેઓ વિશ્વ ચેમ્પિયન બન્યા હતા. તેઓનો અગાઉનો વિશ્વ નંબર ૧૧મો ૧૯૮૬માં જોવા મળ્યો હતો. તેઓ ક્યારેય છેલ્લા નહોતા આવ્યા.
૨૦૦૬ના આ અગાઉના વર્લ્ડકપમાં જર્મની ખાતે તેઓ છઠ્ઠા ક્રમે રહ્યા હતા. ભારત તેની મેચ કાલે આર્જેન્ટીના સામે સાતમા- આઠમાં ક્રમ માટે રમશે.
 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી