|
ચાંદીમાં રૃ.૬૫૦,સોનામાં રૃ.૨૮૦નું ગાબડું ઃ બિસ્કિટના ભાવ રૃ.૩૧૦૦ તૂટ્યા |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
ગુરુવાર, 11 માર્ચ 2010 |
(વાણિજય પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૧૧
દેશના ઝવેરી બજારોમાં બુધવારે આવેલા ઓચિંતા ઉછાળા ઉભરા જેવા નિવડતાં આજે
ભાવો ઝડપી તૂટી ગયા હતા. ચાંદીના ભાવો બુધવારના ઉંચા ભાવ કિલોના
રૃ.૨૭૩૯૫થી ગણતાં આજે દિવસ દરમિયાન રૃ.૬૫૦ તૂટી રૃ.૨૬૭૫૦ થઈ મોડી સાંજે
રૃ.૨૬૮૨૫ આસપાસ બોલાઈ રહ્યા હતા. સોનાના ભાવો બુધવારના ઉંચા ભાવથી આજે ૧૦
ગ્રામના રૃ.૨૭૫થી ૨૮૦ તૂટી જઈ મોડી સાંજે ૯૯.૫૦ના રૃ.૧૬૪૬૦ તથા ૯૯.૯૦ના
રૃ.૧૬૫૫૦ રહ્યાના નિર્દેશો હતા.
ચીન હાલ સોનું ખરીદશે નહિં એવા નિર્દેશોના પગલે વિશ્વ બજારમાં ભાવ ૨૫ ડોલર તૂટી ગયા!
સોનાના ૧૦ તોલાના બિસ્કિટના ભાવો જે બુધવારે ઉંચામાં રૃ.૧૯૬૫૦૦માં વેંચાયા હતા. તે આજે રૃ.૩૧૦૦ તૂટી મોડી સાંજે રૃ.૧૯૩૪૦૦ રહ્યા હતા.
ચીન દ્વારા હાલ સોનાની ખરીદી કરાશે નહિં એવા નિવેદનો આવતાં અને યુરો સામે આજે ડોલરના ભાવો ઉછળતાં વિશ્વ બજારમાં આજે સોનાનાં ફંડોની વ્યાપક વેચવાલી નિકળી હોવાના સમાચારો હતા.
વિશ્વ બજારમાં આજે ઔંશદીઠ સોનાના ભાવો બુધવારે ઉંચા ભાવથી ૨૫ ડોલર તૂટી મોડી સાંજે ૧૧૦૨ ડોલર રહ્યા હતા. ચાંદીના ભાવો સોના પાછળ ૧૭.૪૯ ડોલરથી તૂટી આજે છેલ્લે ૧૬.૯૨ ડોલર રહ્યા હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે પણ આજે કિંમતી ધાતુઓમાં ઉછાળે વેચનારા વધુ અને લેનારા ઓછા રહ્યા હતા.
દિલ્હી ઝવેરી બજારમાં આજે સોનાના ભાવો ૧૮૫ તૂટી સ્ટાન્ડર્ડના રૃ.૧૬૭૯૦ તથા દાગિનાના રૃ.૧૬૬૪૦ રહ્યા હતા. ત્યાં આજે ચાંદીના ભાવો હાજરના રૃ.૫૨૫ ઘટી રૃ.૨૬૭૦૦ તથા વિકલી ડિલીવરીના રૃ.૬૯૫ તૂટી રૃ.૨૬૪૨૫ રહ્યા હતા.
વિશ્વ બજારના ટ્રેન્ડને અનુસરી આજે મુંબઈમાં રૃપિયા સામે ડોલરના ભાવો રૃ.૪૫.૩૮ વાળા રૃ.૪૫.૬૨ થઈ રૃ.૪૫.૬૦ છેલ્લે રહ્યા હતા.
|