|
કાળાં નાણાંને મુદ્દે ભારતને મદદ કરવા સ્વીસ સરકાર તૈયાર |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
ગુરુવાર, 11 માર્ચ 2010 |
નવી દિલ્હી, તા. ૧૧
કરચોરોના સલામત અડ્ડાઓ વિશે પોતાનો અભિગમ બદલતા સ્વીટઝર્લેન્ડે તેની
બેન્કોમાં ધરબાયેલા કાળા નાણાના મુદ્દે ભારતને મદદ કરવાની તૈયારી દર્શાવી
છે તેમ ભૂતપૂર્વ સ્વિસ સાંસદે જણાવ્યું છે.
થોડા સમય અગાઉ સુધી જ ફેડરલ પ્રાઇસ રેગ્યુલેટરનો હોદ્દો સંભાળનારા ભૂતપૂર્વ સ્વિસ સાંસદ રૃડોલ્ફ સ્ટ્રાહમે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ સ્વીટ્ઝર્લેન્ડે ટેક્સ હેવન્સના સંદર્ભે તેનો અભિગમ બદવ્યો છે અને હવે આ બાબતે ભારતને સહકાર આપવાની તૈયારી પણ દર્શાવી છે.
ભારત અને સ્વીટઝર્લેન્ડ દ્વિપક્ષી ડબલ કરવેરા સંધિ અંગે પુનઃ વાટાઘાટ કરી રહ્યા છે, જેનાથી સ્વિસ બેન્કોમાં ગુપ્ત ખાતાં ધરાવતા ભારતીયોની વિગતો મેળવવામાં ભારતીય સત્તાવાળાઓને મદદ મળશે. સ્વિસ બેન્કોમાં રખાયેલાં બેહિસાબી નાણાની મોટી રકમો અંગે કોઇ સત્તાવાર આંકડો મળતો નથી. જોકે, ભૂતપૂર્વ કાયદાપ્રધાન રામ જેઠમલાણી અને અન્યો દ્વારા કરાયેલી કાનૂની રીટ પીટિશનમાં આમાં સંડોવાયેલી રકમ રૃા. ૭૦ લાખ કરોડ જેટલી હોવાનો દાવો કરાયો છે. ભારતની મુલાકાતે આવેલા અને શાસક સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીના ભૂતપૂર્વ સાંસદ સ્ટ્રાહમે જણાવ્યું હતું કે સ્વીટઝર્લેન્ડે બેવડાં કરવેરા બાબતે અન્ય ૨૦ દેશો સાથે દ્વિપક્ષી કરારો કરેલા છે.
|