|
સુરતના ૬ ટ્રેડર્સનું ૧૦.૦૫ કરોડનું કાળુ નાણું ઝડપાયું |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
ગુરુવાર, 11 માર્ચ 2010 |
(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા.૧૧
સુરત ઈન્કમ ટેક્સ વિભાગની રેન્જ-૨ના માર્ગદર્શન હેઠળ ગઈકાલે આયકર ખાતાની
ટીમે રિંગરોડ સ્થિત વિવિધ ટેક્સટાઈલ માર્કેટોમાં કુલ ૬ જેટલા ટેક્સ ટાઈલ
ટ્રેડર્સના ૧૧ જેટલા ધંધાકીય સ્થાનો પર સર્વે હાથ ધર્યો હતો.જે આજે વહેલી
સવારે પુર્ણ થતાં તમામ ટેક્સ ટાઈલ ટ્રેડર્સ જુથની કુલ રૃ.૧૦.૦૫ કરોડની
બેનામી આવક આયકર ખાતાને હાથ લાગી હોવાનું સુત્રોએ જાહેર કર્યું હતુ.
બંસલ જૂથની સૌથી વધુ રૃા.૫ કરોડની બેનામી આવક મળી ઃ ટેકસટાઈલ ટ્રેડર્સના ૧૧ સ્થળે સામૂહિક સર્વે કરાયો હતો
સુરતના ટેક્સ ટાઈલ ટ્રેડર્સોના પાન કાર્ડના આધારે બેંક ખાતામાં દર વર્ષે સરેરાશ રૃ.૪ કરોડની જમા ડીપોઝીટ તથા નાણાંકીય ટ્રાન્ઝેકશનના વ્યવહારોને ધ્યાને લઈને ગઈકાલે સુરત ઈન્કમ ટેક્સ ડીપાર્ટમેન્ટે ૬ જેટલા ટેક્સ ટાઈલ ટ્રેડર્સના ૧૧ જેટલા સ્થળો પર સર્વે હાથ ધર્યો હતો.
સુરત ઈન્કમટેક્સ ખાતાની રેન્જ-૨ના જોઈન્ટ એડીશ્નલ કમિશ્નર યુ.બી.મિશ્રાના માર્ગદર્શન હેઠળ ગઈકાલે આયકર ખાતાના અધિકારીઓની ટીમે રિંગરોડ સ્થિત અનુપમ ટેક્સ ટાઈલ માર્કેટમાં તરૃણકુમાર બુચાસિયા ,વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં આવેલા રાહુલ રમેશ જૈન તથા એલબી એપાર્ટમેન્ટમાં આવેલા સુમનકુમાર કટનાનીના ધંધાકીય સ્થળો ઉપર સર્વે હાથ ધર્યો હતો.
વધુમાં ટેક્સ ટાઈલના વ્યવસાય સાથે સંકળાયેલા બંસલ ટેક્સટાઈલ જુથની હરિયાલી ફેશન્સ, વિજય બંસલની બંસલ સારીઝ સહિત ગજ્જર ચેમ્બર્સ સ્થિત બંસલ ટ્રેડીંગ કોર્પોરેશનની મુખ્ય ઓફીસ મળીને કુલ પાંચ જગ્યાએ સર્વે હાથ ધર્યો હતો. જ્યારે સિલ્ક પ્લાઝા માર્કેટ માં આવેલી રાકેશ અગ્રવાલની અદિતી પ્નિન્ટ્સ તથા રોહીત તથા મુકેશ કાલાની બંધુઓના સોનિયા સિલ્ક કોર્પોરેશનના ધંધાકીય સ્થળોને પણ સર્વેમાં આવરી લેવાયા હતા.
પાનકાર્ડ નંબર પરથી ઉપરોક્ત ટેક્સ ટાઈલ ટ્રેડર્સ જુથોના કરોડો રૃપિયાના ટ્રાન્ઝેકશનો તથા બેંક ખાતામાં જમા ડીપોઝીટોની મોટી રકમના વ્યવહારોને ધ્યાને લઈને આયકર ખાતાએ ગઈકાલે હાથ ધરેલો સર્વે આજે સંપન્ન થયો હતો.જે દરમિયાન બંસલ ટ્રેડીંગ કોર્પોરેશન તથા તેની સાથે સંકળાયેલી પેઢીઓની સૌથી વધુ રૃ.૫ કરોડની બેનામી આવક આયકર ખાતાને હાથ લાગી હતી.જ્યારે અદિતી પ્રિન્ટ્સના સંચાલક રાકેશ અગ્રવાલની સૌથી ઓછી માત્ર રૃ.૫૫ લાખ અને કાલાની જુથની રૃ.બે કરોડની બેનામી આવક મળી આવી હતી.જ્યારે તરૃણકુમાર બુચાસિયા નામના રૃ.૮ હજારના માસિક પગારે રાખવામાં આવેલા કર્મચારીના બેંક ખાતામાં રૃ.૨૭ કરોડની ડીપોઝીટ જમા કરાવનાર રાજેશ પ્રાણસુખા નામના વેપારીની કુલ રૃ.૨.૫૦ કરોડની બેનામી આવક જાહેર કરવામાં આવી છે.આમ ૬ ટેક્સ ટાઈલ વેપારી ઓના સર્વેમાં આયકર ખાતાને કુલ રૃ.૧૦.૦૫ કરોડની બેનામી આવક મળી આવી છે.
|