Last Updated:19 ડિસેમ્બર 2011

ચાંચિયા સામે સલામતીની ખાતરી વિના ભારતીયો જહાજ નહીં હંકારે છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GSNEWS   
ગુરુવાર, 11 માર્ચ 2010
(પીટીઆઈ)    મુંબઈ,તા.૧૧
સોમાલિયા અને એડનના અખાતમાં જહાજો ઉપર ત્રાટકતા ચાંચિયાઓના જોખમને નાથવામાં નહી આવે તો ભારતીય અને એશિયન ખલાસીઓ આ ક્ષેત્રમાંથી જહાજ નહીં હંકારે એવી ચેતવણી નેશનલ યુનિયન ઓફ સી-ફેરર્સ ઓફ ઈન્ડિયાએ આપી છે.
આવતા અઠવાડિયે બર્લિનમાં અંતિમ નિર્ણય

સોમાલિયાના કાંઠેથી પસાર થતા જહાજો પર ત્રાટકીને ચાંચિયાઓ જહાજોનું અપહરણ કરી જાય છે. અને સ્ટીમરના ખલાસીઓ અને ક્રુ મેમ્બરોને ઘણીવાર દિવસો સુધી બંધક બનાવીને રાખવામાં આવે છે. શિપીંગ કંપની તરફથી બાનની રકમ પડાવ્યા પછી જ ચાંચિયાઓ જહાજને છોડે છે. આ સમસ્યાએ માઝા મૂકતા નેશનલ યુનિયન ઓફ સી-ફેરર્સે ખલાસીઓ અને ક્રુની સલામતી માટે હાકલ કરી છે. યુનિયને મલેશિયા, બાંગલાદેશ, ફિલિપાઈન્સ અને બીજા એશિયન દેશોના ખલાસીઓના સંગઠનો સાથે પણ આ બાબત ચર્ચા કરી છે.

યુનિયનના સેક્રેટરી-ટ્રેઝરર અબ્દુલાની સારંગે જણાવ્યું હતું કે ચાંચિયાઓના ત્રાસને વહેલાસર નાથવામાં નહીં આવે તો અમે આ ચાંચિયાગ્રસ્ત દરિયામાંથી અમે જહાજ લઈ જવાનો જ ઈનકાર કરી દેશું. દરિયાખેડુઓના દુનિયાભરના પ્રતિનિધિઓ આવતા અઠવાડિયે જર્મનીના બર્લિનમાં મળવાના છે. ત્યાં અંતિમ નિર્ણય લેવામાં આવશે.
અત્યારે સોમાલી ચાંચિયાઓના કબજામાં ૧૧ જહાજો છે. આ જહાજો પર ૨૦૦ ખલાસીઓ ફસાયેલા છે એમ યુનિયનના સૂત્રોએ જણાવ્યું હતું.
 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી