|
ધુતારાઓએ આવક વેરા ખાતાની સત્તાવાર વેબસાઈટ ક્લોન કરી |
|
|
|
આના લેખક છે GSNEWS
|
|
ગુરુવાર, 11 માર્ચ 2010 |
મુંબઈ,તા.૧૧
નાણાંકીય વર્ષના અંત સમયના ધસારાનો ગેરલાભ લેવાના પ્રયાસમાં ધૂતારાઓએ
આવકવેરા (ઈન્કમટેક્સ-આઈટી) ખાતાની સત્તાવાર વેબસાઈટ ક્લોન કરી છે. એટલે કે
તેની નકલરૃપ વેબસાઈટ તૈયાર કરી છે.રીફંડ આપવા ડેબિટ અને ક્રેડિટ કાર્ડની
ઝીણામાંઝીણી વિગતો માગતા ઈમેલ લોકોને મોકલવા તેમણે વેબસાઈટ ક્લોન કરી છે.
કરદાતાઓને ડેબિટ ક્રિડિટ કાર્ડની વિગતો માગતા ઈમેલ મોકલ્યાઃ નાઈજીરિયા, પાકિસ્તાન કે ઈઝરાયલની ગેંગની સંડોવણીની શંકા
આઈટી ખાતાના એડ્રેસ જેવા જ એડ્રેસ પરથી 'ટેક્સ રીફંડ ઓન લાઈન ફોર્મ' એવું જણાવતા ઈમેલ મોકલવામાં આવી રહ્યા છે. આના પર ક્લિક કરતાં ઈમેલ મેળવનારી વ્યક્તિ આઈટી ખાતાની 'વ્હેર ઈઝ માય રીફંડ' શીર્ષક હેઠળની ક્લોન કરેલી વેબસાઈટ પર પહોંચે છે.
આ બાબતે આઈટી ખાતાએ ચેતવણી આપતો સંદેશો જારી કર્યો છે તથા એવું જણાવતી જાહેરખબર પ્રસિદ્ધ કરી છે કે એવી સ્પષ્ટતા કરવામાં આવે છે કે આવકવેરા ખાતું રીફંડ વિશે ઈમેલ મોકલતું નથી અને તે કરદાતાના ક્રેડિટકાર્ડની કોઈ માહિતી માગતું નથી.
ચેતવણી આપતા સંદેશામાં પણ આઈટી ખાતાએ કરદાતાઓને જણાવ્યું છે કે તેમણે આવા કોઈ ઈમેલનો જવાબ આપવો જોઈએ નહીં. ધૂતારાઓએ મોકલેલા મોટા ભાગના ઈમેલનું એડ્રેસ છે, Income Tax Department refundtax @ incometaxindia.gov આ ઈમેલમાં જણાવાયું છે કે ઈમેલ મેળવનારા એક ચોક્કસ રકમનું ટેક્સ રીફંડ મેળવવાને પાત્ર છે. મોટા ભાગના કેસમાં રીફંડની રૃા.૮૨૦.૫૦ની રકમ જણાવાઈ છે.
ઈમેલમાં વ્યક્તિને ઓનલાઈન ફોર્મ દ્વારા વિગતો આપવા તથા તે વિશેની કાર્યવાહી કરવા આઈટી ખાતાને ત્રણથી પાંચ દિવસનો સમય આપવા જણાવાયું છે.
ફોર્મ ભર્યા પછી બેન્ક ઓફ ઈન્ડિયામાં ખાતું ધરાવનારા કરદાતાને ૧૨ કલાકમાં નાણાં મળી જશે. એમ જણાવવા સાથે ડેબિટ તથા ક્રેડિટ કાર્ડની પ્રત્યેક મિનિટની માહિતી આ ઈમેલ દ્વારા માગવામાં આવી છે.
આઈટીના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે આઈટી ખાતાને આમાં નાઈજિરિયા, પાકિસ્તાન કે ઈઝરાયલની ગેંગની સંડોવણી હોવાની શંકા છે. ઈન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસની તપાસ કરતા વિવિધ દેશોમાંથી આ ઈમેલ મોકલાયા હોવાનું જણાયું હતું.
''વિદેશથી આવતી આવી મૂડી સંદર્ભે સ્વીટઝર્લેન્ડના વલણમાં નોંધપાત્ર બદલાવ આવેલો છે.'' કરચોરીના મુદ્દે દેશોને સત્તાવાર મદદ આપવાની જાહેરાત પણ સ્વિસ સરકારે કરી હોવાનું સ્ટ્રાહમે કહ્યું હતું. ભારતમાંથી સ્વિસ બેન્કોમાં છૂપાવાયેલાં કાળાં નાણાના પ્રશ્ને તેમણે કહ્યું હતું કે ભારત પણ બેવડાં કરવેરા બાબતે સ્વીટ્ઝર્લેન્ડ સાથે સમજૂતી કરી શકે છે.
|