|
આઇપીએલની ત્રીજી સિઝનમાં મુંબઇ અને કોલકાતા ડાર્ક હોર્સ સાબિત થશે |
|
|
|
રમત જગત સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
ગુરુવાર, 11 માર્ચ 2010 |
|
તેંડુલકરનું તાજેતરનું ફોર્મ મુંબઇ માટે નિર્ણાયક બનશે
રવિ શાસ્ત્રીની કોલમ
આઇપીએલ-૩ અત્યાર સુધીની સૌથી શ્રેષ્ઠ ટુર્નામેન્ટ સાબિત થશે તેવી મને આશા
છે. ટ્વેન્ટી-૨૦ના મુકાબલા માટે જે પ્રકારે ટીમો તૈયારી કરી રહી છે તે જ
દર્શાવે છે કે ટુર્નામેન્ટ કેટલી રસપ્રદ બનવાની છે. ટ્વેન્ટી-૨૦નું
ફોર્મેટ ખુબ જ રોમાંચક છે અને તેમાં સ્ટાર ખેલાડીઓનો દેખાવ સારો જ રહેશે
તેની કોઇ ખાતરી નથી. ટ્વેન્ટી-૨૦માં સફળતા મેળવવા માટે સખત મહેનતની સાથે
ભાગ્યની પણ જરૃર રહે છે.
તેંડુલકર હાલ જે પ્રકારના ફોર્મમાં છે તે જોતા લાગે છે કે આઇપીએલની ત્રીજી સિઝન તેના નામે લખાય તો નવાઇ નહીં. ખેલાડીઓ પર ભારે દબાણ સર્જતા આ ફોર્મેટમાં કેપ્ટન તરીકે તેંડુલકર ખુબ જ અસરકારક સાબિત થઇ શકે છે કારણ કે તે દબાણ હેઠળ આવ્યા વિના રમતો રહે છે. ટુર્નામેન્ટ ભારતમાં રમાઇ રહી હોવાથી પીચ બેટ્સમેનોને અનુકુળ રહેશે અને ૧૮૦ રનના પડકારને ઝીલી શકાશે. જો કે આ સ્થિતીમાં બોલરોએ ધીરજ જાળવવા સાથે ખાસ વ્યુહરચન ઘડીને આગળ વધવું પડશે.
મોટાભાગની ટીમો આખરી ઓવરોમાં ચોગ્ગા-છગ્ગા ફટકારવા માટે વિકેટો બચાવવાનો પ્રયત્ન કરશે. આ સ્થિતીમાં ઓપનીંગ બેટ્સમેન અને બોલરની ભુમિકા પણ નિર્ણાયક બનશે. મને લાગે છે કે ત્રીજી સિઝનમાં મુંબઇ ઇન્ડિયન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ તેમની છાપ છોડશે. બધી ટીમોએ પોતપોતાની રીતે તૈયારીઓ કરી લીધી છે. ત્રીજી સિઝનમાં પોલાર્ડ, મનીષ પાંડે અને યુસુફ પઠાણ જેવા ખેલાડીઓ પર બધાની નજર રહેશે.
|