Last Updated:19 ડિસેમ્બર 2011

પરંપરાગત ક્રિકેટના પુજારીઓ પણ ટ્વેન્ટી-૨૦માં રોમાંચ અનભવે છે છાપો ઈ-મેલ
રમત જગત સમાચાર
આના લેખક છે GSNEWS   
ગુરુવાર, 11 માર્ચ 2010
કુમ્બલેની બોલિંગ અને યુસુફ પઠાણની બેટિંર યાદ રહેશે

માંજરેકરની કોલમ
આઇપીએલની ત્રીજી સિઝનનો પ્રારંભ થઇ રહ્યો છે. તે પછી થોડા અરસામાં જ વર્લ્ડ કપ રમાનાર છે. આમ વાતાવરણમાં ટ્વેન્ટી-૨૦ છવાઈ જશે.
મને આઈપીએલ શરૃ થાય ત્યારે હંમેશા એવા લોકોની ચિંતા થાય છે જેઓ ક્રિકેટની પરંપરાગત શૈલીને જ ભગવાનની જેમ પુજે છે તેઓને ટ્વેન્ટી-૨૦ અને આઈપીએલ તેઓના પવિત્ર સ્થળ પર કોઇએ આક્રમણ કર્યું હોય તેવી લાગણી અનુભવે છે. હવે તેઓને સમર્થન આપે તેવા ચાહકો ઘટતા જાય છે. ટ્વેન્ટી-૨૦ના સમર્તકો નવી દુનિયાના ચાહકો વનવા સંગીત સાથે વસ્ત્રો અને એસેસરીઝ પહેરીને મેચ જોતા હોય તે પણ એક નજારો છે.
હું પરંપરાગત ક્રિકેટના પૂજારીઓને કહું છું કે ક્રિકેટની રમતના ભાવિની ચિંતા કરવાનું છોડી દે. ખામીઓ કાઢવા કરતા આનંદ માણવામાં ડુબી જાય.

તેમને ટેસ્ટ અને વન ડ ક્રિકેટ તો મામવા મળે જ છે પણ ટ્વેન્ટી-૨૦ ફોરમેટમાં પણ તમને કેટલીક વખત પરંપરાગત રીતે સંગીન અને ટેકનીલી જોવાલાયક ક્રિકેટ જોવા મળશે. ગયા વર્ષે આઈપીએલમાં બેંગ્લોરના કેપ્ટન કુમ્બલેએ ફાઇનલમાં ડેક્કનની સામે ફેંકેલી તેની પ્રથમ ઓવર કે પ્રથમ આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સને ચેમ્પિયન બનાવવામાં નિર્ણાયક ભુમિકા ભજવનાર યુસુફ પઠાણની ઇનિંગ એક પ્રકારની 'ક્લાસિક' હતી. તમે આઈપીએલમાં જે રીતે છેલ્લા બોલે પરિણામ લાવતી રોમાંચક મેચો જોશો તેવું અન્ય પોરમેટમાં જોવા નહીં મળે.
ભલે આપણે પ્રથમ પ્રેમ ટેસ્ટ કે વનડે ક્રિકેટ પર હોય પણ ટ્વેન્ટી-૨૦ એક અનોખો ક્રેઝ તો અનુભવીએ જ છીએ.
 
< પાછળનુ   આગળનુ >

Latest News

From The Archives

મનોરંજન સમાચાર

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

વેપાર જગત સમાચાર

રાષ્ટ્રીય સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી