|
ચાંદી, ખાંડ, એરંડા વાયદામાં નરમાઈ |
|
|
|
કોમોડિટીઝ્
|
|
આના લેખક છે GSNEWS
|
|
ગુરુવાર, 11 માર્ચ 2010 |
મુંબઈ ચાંદીના ભાવો આજે કિલોના રૃ.૪૮૦ તથા સોનાના ભાવો ૧૦
ગ્રામના રૃ.૨૨૫થી ૨૩૦ તૂટયા હતા. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવો ૧૧૨૭.૪૦
વાળા ૧૧૦૩.૯૦ થઈ ૧૧૦૬.૧૦ ડોલર તથા ચાંદીના ભાવો ૧૭.૪૯ વાળા ૧૬.૭૯ થઈ ૧૬.૯૫
ડોલર હતા. મુંબઈમાં સોનાના ભાવો ૯૯.૫૦ના રૃ.૧૬૭૩૫ વાળા રૃ.૧૬૫૦૦ ખુલી
રૃ.૧૬૫૦૫ તથા ૯૯.૯૦ના ભાવો રૃ.૧૬૮૨૦ વાળા રૃ.૧૬૫૮૫ ખુલી રૃ.૧૬૫૯૫ બંધ
રહ્યા હતા.
ચાંદી ૯૯૯ના ભાવો આજે કિલોના રૃ.૨૭૩૯૫ વાળા રૃ.૨૬૭૫૦ ખુલી રૃ.૨૬૯૧૫ બંધ રહ્યા હતા. સોનાના ૧૦ તોલાના બિસ્કિટના ભાવો જે બુધવારે મોડી સાંજે રૃ.૧૯૬૦૦૦ રહ્યા હતા તે આજે રૃ.૧૯૪૦૦૦ આસપાસ રહ્યા હતા. વિશ્વ બજારમાં ડોલર વધતાં અને ચીન દ્વારા હાલ સોનાની ખરીદી કરાશે નહિં એવા નિર્દેશો વચ્ચે સોનામાં ઉછાળે હેજફંડો વેચવાલ રહ્યા હતા. મુંબઈમાં આજે ડોલરના ભાવો રૃ.૪૫.૩૮ વાળા નીચામાં રૃ.૪૫.૩૩ રહ્યા પછી વધીને રૃ.૪૫.૬૨ થઈ છેલ્લે રૃ.૪૫.૬૦ રહ્યા હતા.
મુંબઈ એરંડા એપ્રિલ વાયદો રૃ.૨૯૦૫ રહ્યા પછી રૃ.૨૮૮૪ થઈ રૃ.૨૮૮૯ બંધ રહ્યો હતો. મથકોએ એરંડાની આવકો વધતાં અને શિપરોને હાજર માલો મળતા થતાં વાયદામાં શિપરોની વેચવાલી વધી રહ્યાની ચર્ચા હતી.
એરંડાની આવકો આજે ગુજરાત-સૌરાષ્ટ્ર બાજુ ૬૫થી ૬૬ હજાર ગુણી આવી હતી અને મથકોએ એરંડાના હાજર ભાવો આજે ગામડાના રૃ.૫૫૮થી ૫૫૯ તથા બિલ્ટીના ભાવો રૃ.૫૭૦ રહ્યા હતા. મથકોએ બુધવારે શિપરોને સ્ટોકિસ્ટોનું ૧૫૦૦થી ૨૦૦૦ ટન દિવેલ મળતાં બજારમાં નવી ખરીદી ધીમી પડયાની ચર્ચા હતી.
નવી મુંબઈ ખાંડ બજારમાં હાજરમાં આજે ભાવો કિવ.દીઠ રૃ.૩૨૪૦થી ૩૩૧૦ વાળા ઘટી રૃ.૩૧૯૦થી ૩૨૭૦ રહ્યા હતા. જયારે સારાના ભાવો રૃ.૩૩૧૦થી ૩૪૦૦ વાળા રૃ.૩૨૫૦થી ૩૩૫૦ રહ્યા હતા. નાકામાં ભાવો રૃ.૩૧૭૦થી ૩૨૨૦ વાળા તૂટી રૃ.૩૧૨૦થી ૩૧૫૦ તથા સારાના રૃ.૩૨૪૦થી ૩૨૯૦ વાળા રૃ.૩૧૬૦થી ૩૨૦૦ રહ્યા હતા. મોડી સાંજે નાકાના ભાવો રૃ.૩૧૦૦થી ૩૧૫૦ તથા સારાના રૃ.૩૧૫૦થી ૩૨૨૫ રહ્યા હતા અને મિલો પર ભાવો છેલ્લે નાકાના ભાવો કરતાં રૃ.૭૦ જેટલા નીચા રહ્યાના સમાચારો હતા.
|