|
મુકેશ અંબાણી ભારતનાં સૌથી ધનિક ઉધોગપતિ |
|
|
|
આંતરરાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
ગુરુવાર, 11 માર્ચ 2010 |
|
ન્યૂયોર્ક (એજન્સી) અમેરિકાની જાણીતી મેગેઝીન ફોર્બસે વિશ્વનાં સૌથી ધનીક ઉધોગપતિઓની યાદી બહાર પાડી છે. આ યાદીમાં સૌથી ટોચનાં ક્રમે મેક્સિકોનાં માલેતુજાર કાર્લોસ સ્લિમે કબજો જમાવ્યો છે. 53.5 અબજ ડોલરની સંપત્તી સાથે કાર્લોસ સ્લિમ હવે વિશ્વનાં સૌથી અમીર વ્યક્તિ બની ચુક્યા છે.
વિશ્વનાં સૌથી વધુ પૈસાદાર ઉધોગપતિઓની યાદીમાં મુકેશ
અંબાણી ચોથા ક્રમે છે. જોકે, 29 અબજ ડોલરની સંપત્તી સાથે મુકેશ અંબાણી
ભારતનાં સૌથી માલદાર ઉધોગપતિ છે. ફોર્બસે બહાર પાડેલી યાદીમાં
માઈક્રોસોફ્ટનાં પ્રમુખ બિલ ગેટ્સ બીજા સ્થાને છે. સોફ્ટવેર જગતમાં
ક્રાંતિ લાવનારા બિલ ગેટ્સની કુલ સંપત્તી 53 અબજ ડોલર છે. આ યાદીમાં
ત્રીજા સ્થાને અમેરિકાનાં વોરેન બફે કબજો જમાવ્યો છે. વોરેનની કુલ સંપત્તી
47 અબજ ડોલર છે.
વિશ્વનાં સૌથી ધનિક ઉધોગપતિઓની યાદીમાં પાંચમા સ્થાને વધુ
એક ભારતીય મૂળનાં ઉધોગપતિનો સમાવેશ થાય છે. 28.7 અબજ ડોલરની સંપત્તી સાથે
ભારતીય મૂળનાં બ્રિટીશ ઉધોગપતિ લક્ષ્મી મિત્તલને વિશ્વનાં સૌથી ધનિક
ઉધોગપતિઓની યાદીમાં પાંચમુ સ્થાન પ્રાપ્ત થયું છે. ઉલ્લેખનીય છે કે,
ફોર્બસની નવી યાદીમાં 1011 અબજપતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પાછલા
વર્ષે વિશ્વનાં અબજપતિઓની સંખ્યા માત્ર 793 હતી.
|