Last Updated:19 December 2011

પાક. ક્રિકેટમાં ભૂકંપઃ ૭ ક્રિકેટરોને કડક સજા છાપો ઈ-મેલ
આંતરરાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GSNEWS   
બુધવાર, 10 માર્ચ 2010
કેપ્ટન મોહમ્મદ યુસુફ અને ભૂતપૂર્વ કેપ્ટન યુનુસ ખાન પર અનિશ્ચિત મુદત સુધી પ્રતિબંધ

લાહોર, તા. ૧૦
પાકિસ્તાન ક્રિકેટ કટોકટીમાં આવી ગયું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આજે સનસનાટી મચાવતા એવી જાહેરાત કરી હતી કે કેપ્ટન રહી ચુકેલા યુનુસ ખાન અને મોહમ્મદ યુસુફ પર તેઓ અનિશ્ચિત મુદતનો પ્રતિબંધ ફરમાવે છે. કેપ્ટન રહી ચુકેલા શોએલ મલિક અને ફાસ્ટ બોલર રાણા નાવેદ-ઉલ-હસન પર એક વર્ષનો પ્રતિબંધ ઉપરાત રૃ. વીસ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે જયારે આફ્રીદી અને ઉમર તેમજ કામરાન અકમલ એમ ત્રણ ખેલાડીઓને રૃ. ત્રીસ લાખનો દંડ જાહેર કરવામાં આવ્યો છે.

શોએબ મલિક અને નાવેદ પર એક-એક વર્ષનો પ્રતિબંધ અને રૃ. ૨૦ લાખનો દંડઃ કામરાન અને ઉમર અકમલ તેમજ આફ્રીદીને રૃ. ૩૦-૩૦ લાખનો દંડ

પાકિસ્તાનનો દેખાવ છેલ્લા વર્ષોમાં ખુબ જ નિમ્ન સ્તરે જોવા મળ્યો છે. તેમાં પણ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે તો પાકિસ્તાને તેના ઇતિહાસનો સૌથી શરમજનક દેખાવ કર્યો હતો. પાકિસ્તાન ત્રણેય ટેસ્ટ, પાંચેય વનડે અને બંને ટવેન્ટી-૨૦ ઓસ્ટ્રેલિયા સામે હાર્યું હતું. આ પ્રવાસમાં ખેલાડીઓ વચ્ચેનો જુથ વાદ અને ઝઘડો તો શરમજનક સ્તરે હતો જ કેટલાક ખેલાડીઓ મેચ ફિકસિંગમાં પણ સંડોવાયા હતા તે બહાર આવ્યું હતું. આફ્રીદીએ વનડેમાં બોલના આકાર જોડે ચેડા કરતા બોલર નાવેદ પાસેથી બોલ લઇને તેના પર બટકા ભરી દાંત બેસાડયા હતા.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ માટેની ઘનિષ્ટ તપાસ કરવા કમિટિની રચના કરી હતી. જેઓએ પાકિસ્તાન બોર્ડને ચોંકાવનારા વિસ્તૃત રીપોર્ટ સુપ્રત કર્યો હતો. પાકિસ્તાન બોર્ડે આ રીપોર્ટના આધારે ટીમના કેપ્ટન સહિત સાત સિનિયર ખેલાડીઓને જુદી જુદી સજા જાહેર કરીને પાકિસ્તાન જ નહીં ક્રિકેટ વિશ્વમાં હલચલ મચાવી દીધી હતી.
જો કે પાકિસ્તાન બોર્ડે ખેલાડીઓને સજા કયા કારણોસર કરી છે તેની સ્પષ્ટતા નથી કરી પણ મેચ ફિકસિંગ અને છેલ્લા વર્ષથી અંદરો અંદર પ્રવર્તતા ઝઘડા, જુથવાદ તેમજ દેશના ગૌરવની સહેજ પણ પરવા નહીં કરવા જેવા એક કરતા વધુ કારણો આ માટે જવાબદાર હોવાનું મનાય છે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન એજાઝ બટ્ટે કહ્યું હતું કે આ ક્રિકેટરો ચુકાદાને પડકારતી અપીલ કરી શકશે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના કાયદાકિય સલાહકાર તફ્ફાઝુલ રીઝવીએ કહ્યું હતું કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે લીધેલો નિર્ણય યોગ્ય છે. અમે સુપ્રત કરેલા રીપોર્ટની ઘટના પ્રમાણે મીડિયાને રજુઆત નહીં કરવા તેવા સોગંદ લીધા હોઈ તે રીતે જણાવી ના શકીએ. યુસુફ અને યુનુસ વચ્ચે તો એ હદે ટીમના ખેલાડીઓ વચ્ચે અસભ્ય ઝઘડો છેલ્લા વર્ષોથી ચાલતો હતો કે તેની અસર ખેલાડીઓ પર પડતી હતી. ખેલાડીઓ પણ એક પ્રકારનો તનાવ અનુભવતા હતા. ભારે વાતાવરણ હોય ખેલાડીઓ બે જુથમાં વહેંચાઈ જતા હતા. હવેતેઓ પર માત્ર પાકિસ્તાન તરફથી ક્રિકેટ રમવાનો જ અનિશ્ચિત પ્રતિબંધ નથી મુકાયો પણ ઘરઆંગણાના ક્રિકેટમાં પણ તેઓ નહીં રમી શકે. તે જ ધોરણે એક વર્ષના પ્રતિબંધ પામનાર મલિક અને નાવેદ પણ ઘરઆંગણાના ક્રિકેટમાં નહીં રમી શકે.
અકમલ બંધુ પૈકી કામરાનને પડતો મુકાતા તેણે જાહેરમાં મીડીયા સમક્ષ કહ્યું હતું કે તેનો સમાવેશ થશે જ. તેના ભાઈએ વિરોધમાં ઇજાનું નાટક કર્યું હતું.

આફ્રીદીએ ખુલ્લેઆમ બોલ ટેમ્પરિંગ કરીન દેશને માટે નીચા જોવાપણું કર્યું હતું. અકમલબંધુ અને આફ્રીદીને રૃ. ૩૦ લાખ દંડ ભરીને રમી શકશે પણ તેઓના વર્તન પર છ મહિના સુધી નજર રહેશે.


મોહમ્મદ યુસુફ અને યુનુસ ખાન

આરોપ ઃ આંતરિક ટકરાવ અને ખરાબ વલણને કારણે ટીમ પરની નકારાત્મક અસર માટે જવાબદાર
સજા ઃ બંને પર પાકિસ્તાન તરફથી ક્રિકેટ રમવા પર અનિશ્ચિત પ્રતિબંધ

શોએબ મલિક અને રાણા નાવેદ ઉલ હસન

આરોપ ઃ ટીમમાં જુથવાદ ફેલવવા અને શિસ્ત ભંગ
સજા ઃ પાકિસ્તાન તરફથી એક વર્ષ ક્રિકેટ રમવા પર પ્રતિબંધ અને રૃા. ૨૦ લાખનો દંડ.

શાહિદ આફ્રિદી, કામરાન અકમલ અને ઉમર અકલમ

આરોપ ઃ ટીમ મેનેજમેન્ટ પર દબાણ લાવવાનો, અયોગ્ય વર્તન અને શિસ્ત ભંગ
સજા ઃ રૃા. ૨૦ થી ૩૦ લાખ સુધીનો દંડ. છ મહિના પ્રોબેશન હેઠળ રહેશે

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

રાષ્ટ્રીય સમાચાર

મનોરંજન સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી