|
ઓસ્ટ્રેલિયામાં ભારતીયો પર હુમલા ચિંતાજનક ઃ UN |
|
|
|
આંતરરાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
શુક્રવાર, 05 માર્ચ 2010 |
|
(પીટીઆઇ) ન્યુ યોર્ક,
સંયુક્ત રાષ્ટ્રએ આજે ઓસ્ટ્રેલિયામાં ભારતીયો પર હુમલાની ઘટનાઓ અંગે ચિંતા
વ્યક્ત કરતા ઓસ્ટ્રેલિયા સરકારને હુમલાઓની કારણના મૂળ સુધી પહોંચવા
જણાવ્યું હતું. ગત વર્ષથી અત્યાર સુધી ઓસ્ટ્રેલિયામાં ભારતીયો ને નિશાન
બનાવીને ૧૦૦થી વધુ હુમલા કરવામાં આવ્યા છે.
સંયુક્ત રાષ્ટ્રએ હુમલાઓની ઘટનાના મૂળ કારણો શોધી કાઢવા ઓસ્ટ્રેલિયા સરકારને જણાવ્યું
સંયુક્ત રાષ્ટ્રના હ્યુમન રાઇટ્સ કમિશ્નર નેવી પીલેએ જણાવ્યું હતું કે હુમલાઓ વંશીય ભેદભાવ સાથે થયા હતા કે નહિ એ અંગે ઓસ્ટ્રેલિયા સરકાર તપાસ કરી રહી છે, આ સાથે કેન્દ્રીય અને રાજ્યની સરકારોએ હિંસાના મૂળ સુધી પહોંચવાની સાથે આ પ્રકારના ગુના રોકવા અને જવાબદારો સામે કડક પગલાં લેવાની જરૃર છે. સંયુક્ત રાષ્ટ્રના ઉચ્ચ અધિકારીએ ભારતીયો પર હુમલાની ઘટનાઓને ચિંતાજનક ગણાવી હતી. ગત વર્ષથી અત્યાર સુધીમાં ઓસ્ટ્રેલિયામાં ભારતીયો પર હુમલાની ૧૦૦થી વધુ ઘટનાઓ બની છે. આ સાથે પીલેએ શ્રીલંકામાં માનવઅધિકાર ભંગની ઘટનાઓ અંગે પણ ચિંતા દર્શાવી હતી.
જીનેવા ખાતે હ્યુમન રાઇટ્સ કાઉન્સિલને પીલેએ જણાવ્યું હતું કે યુદ્ધ દરમિયાન તમામ તરફથી ભયંકર હિંસા આચરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે આ હિસા માટે જવાબદાર આરોપીઓ સામે શ્રીલંકા પગલાં લેશે, અને આ માટે આંતરરાષ્ટ્રીય સમુદાય પણ શ્રીલંકા સરકારને મદદ કરશે. ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન કેવિન રડે તમામ ખાતરીઓ આપવા છતાં પણ ભારતીયો પર હુુમલાનો દૌર વણથંભ્યો રહ્યો છે. હાલમાં જ ભારતના પ્રવાસે આવેલા ઓસ્ટ્રેલિયાના વિદેશ પ્રધાને પણ હુમલાઓ રોકવા તથા જવાબદાર આરોપીઓ સામે કડક પગલાંની ખાતરી આપી હતી.
|