Last Updated:19 ડિસેમ્બર 2011

સૌરાષ્ટ્રે બરોડા સામે સાત વિકેટથી વિજય મેળવ્યો છાપો ઈ-મેલ
રમત જગત સમાચાર
આના લેખક છે GSNEWS   
રવિવાર, 14 ફેબ્રુઆરી 2010
જાડેજાની ૪, ઓડેદરાની ૩ વિકેટો

અમદાવાદ,તા.રવિવાર
સૌરાષ્ટ્રે વિજય હજારે ટ્રોફી વન ડે ટુર્નામેન્ટમાં વિજય કૂચ આગળ ધપાવતાં બરોડા સામે સાત વિકેટથી આસાન જીત પ્રાપ્ત કરી હતી.
 રવિન્દ્ર જાડેજાએ ૨૦ રનમાં ચાર અને જયેશ ઓડેદરાએ ૧૮ રનમાં ૩ વિકેટ ઝડપતાં બરોડા ૧૨૯ રનમાં ખખડયુ હતુ. જવાબમાં સૌરાષ્ટ્રે ૩૧.૫ ઓવરમાં ૩ વિકેટે ૧૩૧ રન કરી મેચ જીતી લીધી હતી.
બરોડા તરફથી કે.દેવધરે ૧૫, પી.શાહે ૩૧, આર. સોલંકીએ ૩૪, એસ.ગાયકવાડે ૬, વાય.પઠાણે ૨૫, એસ.સિંઘે ૧, એ.ચૌહાણે ૦, કારામ્બેલકરે ૫, વી.પરમારે ૨, એ.અર્ગલે ૧, એમ.પટેલે ૪ રન કર્યા હતા. જવાબમાં ચિરાગ પાઠકે ૭ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે  ૪૭ અને ચેતેશ્વર પુજારાએ ૭ ચોગ્ગા અને ૨ છગ્ગા સાથે અણનમ ૫૪ રન કરતાં સૌરાષ્ટ્રનો આસાન વિજય થયો હતો. જે.શાહે ૪, એસ.કોટકે ૭ અને આર.જાડેજાએ અણનમ ૧૬ રન કર્યા હતા.

મુંબઇએ ૧૩૧ રનથી મહારાષ્ટ્રને હરાવ્યું
અમદાવાદ,રવિવાર
વસીમ જાફરના ૧૦૯, રોહિત શર્માના ૮૫ બોલમાં ૯૬ અને એસ.મરાઠેના ૫૩ રનની મદદથી મુંબઇએ ૩૦૮ રનનો જંગી જુમલો ખડકીને મહારાષ્ટ્રને ૧૩૧ રનથી હરાવ્યુ હતું. મહારાષ્ટ્ર તરફથી કેદાર જાધવે ૫૭ અને એસ.અતીતકરે ૫૫ રનની લડાયક બેટીંગ કરી હતી. મુંબઇ તરફથી રમેશ પોવારે ૪, આવિષ્કાર સાલ્વીએ ૩ વિકેટ ઝડપી હતી.
 
< પાછળનુ   આગળનુ >

Latest News

From The Archives

મનોરંજન સમાચાર

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

વેપાર જગત સમાચાર

રાષ્ટ્રીય સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી