Last Updated:19 ડિસેમ્બર 2011

રંગદ્વેષી હુમલા દેશનું નામ બગાડે છેઃ ઓસ્ટ્રેલિયન વિપક્ષી નેતાનો આક્રોશ છાપો ઈ-મેલ
આંતરરાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GSNEWS   
મંગળવાર, 09 ફેબ્રુઆરી 2010
(પી.ટી.આઇ.) મેલબોર્ન
ઓસ્ટ્રેલિયામાં ભારતીયો પર થઇ રહેલા હુમલા ખાળવામાં નિષ્ફળ ગયેલી વિક્ટોરિયન સરકારની ઝાટકણી કાઢતાં ઓસ્ટ્રેલિયાના વિપક્ષી નેતાએ રોષભેર કહ્યું કે આને કારણે દેશનું નામ ખરાબ થાય છે.

‘વિક્ટોરિયામાં ભારતીય વિદ્યાર્થીઓ પર રંગદ્વેષી હુમલા વધી રહ્યા છે અને પરિસ્થિતિ ગંભીર છે છતાં વિક્ટોરિયાની સરકાર એ ખાળવામાં નિષ્ફળ ગઇ છે અને ઉપરથી હુમલાનો શિકાર બનનારા લોકોને વખોડે છે. ઘણા હુમલા રંગદ્વેષી હતા છતાં વડા પ્રધાન જ્હૉન બ્રમ્બી એ હુમલાને રોકવામાં નિષ્ફળ નીવડ્યા છે’ એમ ઓસ્ટ્રેલિયન અને ભારતીય વેપારીઓની બેઠકને ગઇ રાત્રે સંબોધતાં વિપક્ષી નેતા ટેડ બૈલીયુએ કહ્યું હતું.

સ્ટેટના પોલીસ વડા સિમોન ઓવરલેન્ડે ભારતીયોને ગરીબ દેખાવાની કરેલી અપીલની પણ તેમણે ટીકા કરી હતી. તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે પૂરતાં પગલાં ન લઇને સરકારે એવા હુમલાને આડકતરૂં પ્રોત્સાહન આપ્યું છે પરિણામે દુનિયાભરમાં દેશ બદનામ થયો હતો.

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

રાષ્ટ્રીય સમાચાર

મનોરંજન સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી