|
મને પાણી અને દવા-દારૂ અપાતાં નથીઃ અણુવિજ્ઞાની એ ક્યૂ ખાનની કોર્ટને રાવ |
|
|
|
આંતરરાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
મંગળવાર, 09 ફેબ્રુઆરી 2010 |
|
(પી.ટી.આઇ.) લાહોર
પાકિસ્તાનના બદનામ અણુવિજ્ઞાની અબ્દુલ કાદિર ખાને કોર્ટને ફરિયાદ કરી હતી કે કોર્ટના આદેશના નામ પર મને પીવાનું પાણી કે જરૂરી દવાઓ પણ સરકાર આપતી નથી.
ખાનના વકીલ સૈયદ અલી ઝફરે લાહોર હાઇ કોર્ટની બેન્ચને ગઇ કાલે કહ્યું કે ખાન પરના નિયંત્રણો અંગેની દલીલોની સુનાવણી ચાલુ છે ત્યારે જ સરકારે મારા અસીલ પર એટલી હદે બંધનો લાદ્યાં છે કે મારા અસીલનો ભાઇ હૉસ્પિટલમાં છે અને ગંભીર રીતે માંદો છે છતાં મારા અસીલને સગા ભાઇને જોવા જવાની પરવાનગી અપાતી નથી.
ઝફરે વઘુમાં કહ્યું કે ખાનના કોઇ સગાં-સંબંધી પણ ખાનને મળવા આવી શકતા નથી. આટલું ઓછું હોય તેમ સરકારે ખાનના ઘરમાં પીવાના પાણીનો પુરવઠો અટકાવી દીધો છે અને તેના ડૉક્ટર્સ કે મેડિકલ સ્ટાફ પણ તેમની નજીક જઇ શકતો નથી. પરિણામે મારા અસીલના આરોગ્ય સમક્ષ ગંભીર જોખમ પેદા થાય છે.
|