|
વેલ્સ ફેસ્ટિવલમાં ૧૯૪૭ના ભાગલા આકર્ષણરૂપ બન્યા છે |
|
|
|
આંતરરાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
મંગળવાર, 09 ફેબ્રુઆરી 2010 |
|
(પી.ટી.આઇ.) લંડન
વેલ્સમાં આજથી શરૂ થતા આર્ટસ્ ફેસ્ટિવલમાં ૧૯૪૭ માં ભારતના ભાગલા થયા ત્યારના પંજાબમાં સર્જાયેલી દારૂણ પરિસ્થિતિ વિશે એક એશિયન થિયેટર કંપનીએ ખાસ કાર્યક્રમ તૈયાર કર્યો છે.
‘લાઇફટાઇમ ઓન ટીપટોઝ’ નામનું આ નાટક કાર્ડિફ ખાતે સક્રિય ગ્વાનવિન ફેસ્ટિવલના કલાકાર મઝહર તીરમઝી અને વિખ્યાત તબલાંવાદક કુલજિત ભામરાએ તૈયાર કર્યું છે અને એમાં ૧૯૪૦ના ભારતને રજૂ કરવામાં આવ્યું છે.ગ્વાનવિનના કોઓર્ડિનેટર ફિલીપ્સ થોમસે કહ્યું, ૧૯૪૭માં ભાગલા ટાણે રહેનારી એક મહિલાના અનુભવો પર આ નાટક આધારિત છે. ભૂતકાળના અનુભવો ભવિષ્ય માટે કેવી રીતે વિધાયક બની રહે છે અને વડીલો કને અનુભવો અને જ્ઞાનના આધાર પર કેવું ભાથું હોય છે એની વાત આ નાટકમાં કહેવામાં આવી છે.
|