Last Updated:19 ડિસેમ્બર 2011

માયાવતીનાં પૂતળાનો કેસ ચાર મહિનામાં પતાવી દેવાનો સુપ્રીમનો આદેશ છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GSNEWS   
મંગળવાર, 09 ફેબ્રુઆરી 2010
(પી.ટી.આઇ.) નવી દિલ્હી તા.૯
ઉત્તર પ્રદેશની માયાવતી સરકારે પ્રજાના પૈસે દલિત નેતાઓનાં પૂતળા મૂકવાના શરૂ કરેલા કાર્યક્રમને પડકારતી અરજીનો નિકાલ અલાહાબાદ હાઇકોર્ટે ચાર મહિનામાં કરી નાખવો એવો આદેશ સુપ્રીમ કોર્ટે આજે આપ્યો હતો. હાલ ઉત્તર પ્રદેશમાં રૂા.૨૬૦૦ કરોડના ખર્ચે દલિત નેતાઓનાં પૂતળાં સ્થાપવાનો કાર્યક્રમ ચાલુ છે જે સુપ્રીમના આદેશથી અટકાવી દેવામાં આવ્યો હતો.

જસ્ટિસ એચ એસ બેદી અને જસ્ટિસ એ કે પટનાઇકની બનેલી બેન્ચે જો કે રાજ્ય સરકારને અગાઉ જે સાઇટ પર કામ અટકાવી દેવાનેા આદેશ આપ્યો હતો ત્યાં કેટલુંક મેઇન્ટેનન્સ વર્ક પૂરૂં કરવાની પરવાનગી આપી હતી.
 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી