|
મૂકેશ અંબાણી લિવરપુલ ફૂટબૉલ ક્લબ ખરીદવાના હોવાની અટકળો |
|
|
|
આંતરરાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
મંગળવાર, 09 ફેબ્રુઆરી 2010 |
|
(પી.ટી.આઇ.) લંડન
ભારતીય ઉદ્યોગપતિ મૂકેશ અંબાણી અને સહારાવાળા સુવ્રતો રૉય વચ્ચે લિવરપુલ ફૂટબૉલ ક્લબ ખરીદવા સ્પર્ધા થઇ રહી હોવાની ચર્ચા ઔદ્યોગિક વર્તુળોમાં થઇ રહી હતી.
લિવરપુલ ફૂટબૉલ ક્લબ પર ૨૩ કરોડ ૭૦ લાખ પાઉન્ડનું દેવું છે. તેના ૫૧ ટકા શેર ખરીદી લઇને તેના પર કબજો જમાવવા મૂકેશ અંબાણી અને સુવ્રતો રૉય પ્રયાસો કરી રહ્યા હોવાની વાતો સંભળાય છે. હાલ આ ક્લબ બે અમેરિકનો નામે જ્યોર્જ ગિલેટ અને ટોમ હિક્સના કબજામાં છે. તેમણે ૨૦૦૭ના ફેબુ્રઆરીમાં આ ક્લબ કબજે કરી હતી.
જો કે દિલ્હીમાં રિલાયન્સના પ્રવક્તાએ મૂકેશ અંબાણી લિવરપુલ ફૂટબૉલ ક્લબ કબજે કરવા મેદાનમાં હોવાનો ઇન્કાર કર્યો હતો. જો કે મળતા નિર્દેશો મુજબ મૂકેશ અને સુબ્રતો બંનેએ એવાં ટેન્ડર ભર્યાં હોવાનું કહેવાય છે કે અમને ક્લબના ૫૧ ટકા શેર મળતા હોય તો અમે ક્લબનું ૨૩ કરોડ ૭૦ લાખ પાઉન્ડનું દેવું ચૂકવી દેવા તૈયાર છીએ.
|