|
ઠાકરેએ ફરી રાહુલ ગાંધીની ટીકા કરી |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
મંગળવાર, 09 ફેબ્રુઆરી 2010 |
|
(પી.ટી.આઇ.) મુંબઇ
તાજેતરની મુંબઇની મુલાકાત વખતે કોંગ્રેસના મહામંત્રી રાહુલ ગાંધીએ મુંબઇને બોમ્બે કહેતાં શિવસેનાએ ફરી વાર રાહુલ ગાંધીની આકરી ટીકા કરી હતી.
શિવસેનાના મુખપત્ર ‘સામના’ના અગ્રલેખમાં શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેએ લખ્યું છે કે જેઓ મુંબઇને મહારાષ્ટ્રથી વિખૂટું પાડવા માગે છે તેઓ જાણી કરીને મુંબઇને બોમ્બે કહે છે. યુવરાજ રાહુલે તેમની મુંબઇ મુલાકાત વખતે જાણી કરીને બોમ્બે બોમ્બે એવા ઉચ્ચારો કર્યા હતા. ‘૩૯ વરસના રાહુલ ગાંધીની મુંબઇ મુલાકાત કોંગ્રેસની અંતિમ યાત્રા જેવી હતી જેને મરાઠી પ્રજાએ ખાંધ આપી હતી’ એમ બાળાસાહેબે લખ્યું હતું.
રાહુલ ગાંધીનાં પગરખાં ઉપાડનારા મહારાષ્ટ્રના ગૃહ ખાતાના રાજ્ય પ્રધાન રમેશ બાગવેની ઠેકડી ઊડાવતાં બાળાસાહેબે લખ્યું હતું, એક પ્રધાને આટલી હદે નીચે ઊતરતાં શરમાવું જોઇએ. રાહુલ ગાંધી મહાત્મા ગાંધી નથી કે એનાં પગરખાં ઉપાડીને છાતી પર લઇ રાખવા જોઇએ’ એમ ઠાકરેએ લખ્યું હતું.
મુંબઇને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવો એવું વિધાન કરનારા મેનેજમેન્ટ ગુરૂ અને ધ સન્ડે ઇન્ડિયનના તંત્રી અરિંદમ ચૌધરીની ટીકા કરતાં ઠાકરેએ લખ્યું હતું કે ચૌધરીએ આવું ઝેર ઓકીને પોતાની ઓખાત બતાવી દીધી છે. એક ટીવી કાર્યક્રમમાં ચૌધરી જાણી કરીને મુંબઇને બોમ્બે કહેતા હતા એમ પણ આ અગ્રલેખમાં જણાવાયું હતું.
ચૌધરીએ પોતાના સામયિકના અગ્રલેખમાં શાહરૂખને બિરદાવતાં મુંબઇને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાની હાકલ કરી હતી.
|