Last Updated:19 December 2011

હવે ક્રેડિટ કાર્ડથી ટેક્સીનું બિલ ભરી શકાશે છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GSNEWS   
મંગળવાર, 09 ફેબ્રુઆરી 2010
(પી.ટી.આઇ.) નવી દિલ્હી તા.૯
પાટનગર નવી દિલ્હીમાં તમે રેડિયો ટેક્સીમાં ફરતાં હો અને ખિસ્સામાં પૂરતા પૈસા ન હોય તો હવે ચિંતા કરવાની જરૂર નથી.

મેરૂ રેડિયો ટેક્સીમાં પ્રવાસ કરતા લોકો હવેથી ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી પૈસા ચૂકવી શકશે. ટેક્સીનું મીટર કાર્ડથી ચૂકવવા કંપનીએ એક્સિસ બેંક સાથે વ્યવસ્થા કરી હતી. હવેથી વિઝા અથવા માસ્ટર ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડથી પ્રવાસીઓ પૈસા ચૂકવી શકશે એમ કંપનીની અખબારી યાદીમાં જણાવાયું હતું.

મેરૂ રેડિયો ટેક્સીની સેવા દેશનાં ચાર મહાનગરોમાં છે -મુંબઇ, દિલ્હી, બેંગલોર અને હૈદરાબાદ. મેરૂ રેડિયો ટેક્સીના સીઇઓ રાજેશ પુરીએ કહ્યું કે આ સગવડથી અમારા માનવંતા ગ્રાહકોની સગવડ સચવાશે. આજે બધાં પ્લાસ્ટિક મની વાપરતાં થયા છે.

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી