Last Updated:19 ડિસેમ્બર 2011

જિમ કોર્બેટમાં માણસ અને પશુઓ વચ્ચે સંઘર્ષ છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GSNEWS   
મંગળવાર, 09 ફેબ્રુઆરી 2010
(પી.ટી.આઇ.) અલીગઢ તા.૯
જિમ કોર્બેટ નેશનલ પાર્કની અડોઅડ આવેલી માનવવસતિ પર વાઘ ત્રાટક્તાં ગુસ્સે થયેલા લોકોને શાંત પાડતાં પાર્કના સંચાલકોએ માનવખાઉ વાઘને પકડવા પાર્કમાં એક પિંજરું ગોઠવ્યું હતું પરંતુ આ સમસ્યા દૂર કરવા પાર્કના સંચાલકોએ લોકોનો સહકાર માગ્યો હતો.

વાઘ અભયારણ્ય વિસ્તારમાં તાજેતરમાં બે જુદા જુદા બનાવોમાં વાઘે એક મહિલા પર અને ત્રણ યુવાનો પર હુમલો કર્યો હતો. ઉશ્કેરાયેલા લોકોએ એ વિસ્તારમાં ટ્રાફિક જામ કર્યો હતો અને તરત સલામતીનાં પગલાં લેવાની માગણી કરી હતી. તેમની માગણી સ્વીકારીને પાર્કના સંચાલકોએ માનવખાઉ વાઘને પકડવા ખાસ પિંજરાં મૂક્યાં હતાં. પાર્કના ડેપ્યુટી ડાયરેક્ટર કવિ દયાલે પીટીઆઇને કહ્યું કે અમે મોર્નંિગ વૉક કરવા નીકળતા લોકોને રામનગર-મોહન રોડ પર સાવચેત રહેવાની સલાહ આપી હતી. વાસ્તવમાં પાર્કની નજીક માનવવસતિની સ્થાપના થવા દેવા ની જરૂર નહોતી. વઘુ હુમલા ખાળવા અમે પાર્કની અંદરથી પસાર થતા માર્ગો પર ખાસ પેટ્રોલિંગની વ્યવસ્થા કરી હતી.

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી