Last Updated:19 ડિસેમ્બર 2011

કશ્મીરમાં આતંકવાદીઓનો પોલીસ સ્ટેશન પર હુમલો છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GSNEWS   
મંગળવાર, 09 ફેબ્રુઆરી 2010
(પી.ટી.આઇ.) શ્રીનગર તા.૯
ઉત્તર કશ્મીરમાં બારામુલ્લા જિલ્લાના સોપોર વિસ્તારના પોલીસ સ્ટેશન પર આજે આતંકવાદીઓએ હુમલો કર્યો હતો જેમાં એક પોલીસનું મરણ થયું હતું.

આજે સવારે પોણા અગિયાર વાગ્યે હેડ કોન્સ્ટેબલ મોહમ્મદ યુસુફ સોપોર પોલીસ સ્ટેશનમાં પ્રવેશી રહ્યો હતો ત્યારે શસ્ત્રસજ્જ આતંકવાદીઓએ ગોળીબાર કર્યા હતા જેમાં મોહમ્મદ યુસુફ ઠાર થયો હતો એમ ઉત્તર કશ્મીરના ડેપ્યુટી ઇન્સપેક્ટર જનરલ ઑફ પોલીસ અબ્દુલ કય્યુમ મન્હાસે પીટીઆઇને કહ્યું હતું.

પોલીસ સ્ટેશનમાં રહેલા પોલીસોએ વળતો ગોળીબાર શરૂ કર્યો હતો. આ લખાતું હતું ત્યારે સામસામા ગોળીબાર ચાલુ હતા. સોપોર શ્રીનગરથી ૫૫ કિલોમીટર દૂર આવેલું છે.

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી