Last Updated:19 ડિસેમ્બર 2011

ઓસ્ટીઓપોરોસિસનો ઈલાજ કરતી નવતર ગોળીનું સંશોધન છાપો ઈ-મેલ
આના લેખક છે GSNEWS   
સોમવાર, 08 ફેબ્રુઆરી 2010
(પી.ટી.આઇ.)    લંડન, તા. ૮
શરીરના હાડકા છિદ્રાળુ બની બરડ થઈ જવાના રોગ ઓસ્ટીઓપોરોસિસની અસર નાબૂદ કરી હાડકાને મજબૂતી બક્ષતી પિલ (ગોળી) શોધ્યાનો દાવો વૈજ્ઞાાનિકોએ કર્યો છે આ નવી ગોળી નવા હાડકાના નિર્માણને ઉત્તેજન આપે છે, તેમ પણ દાવો કરાયો છે.
આ દવા બરડ બનેલા હાડકાંને નવેસરથી મજબૂત બનાવે છે વિશ્વના કરોડો લોકો આ ત્રાસદાયક બીમારીથી પીડાય છે

વિશ્વના કરોડો લોકો ઓસ્ટીઓપોરોસિસના કારણે તેની પીડામાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે આશાનું કિરણ દર્શાવતા આંતરરાષ્ટ્રીય સંશોધન ટીમે એવો દાવો કર્યો હતો કે દિવસમાં એક જ વખત લેવાની પિલ LP 533401 બરડ બનેલા હાડકાઓને નવેસરથી મજબૂત બનાવી શકે છે. જો આ ગોળી છ સપ્તાહ માટે લેવામાં આવે તો ચોક્કસ કિસ્સાઓમાં ઓસ્ટીઓપોરોસિસથી સાજા કરી શકાય છે. બાકીના કિસ્સામાં હાડકા વધુ બરડ બનતા અટકે છે, તેમ 'ડેઇલી મેલ'ના અહેવાલે જણાવ્યું હતું.

અત્યારે ઓસ્ટીઓપોરોસિસ માટે ઉપયોગમાં લેવાતી મોટા ભાગની દવાઓ બરડ બનેલા હાડકાની તૂટી પડવાની પ્રક્રિયા ધીમી પાડે છે, તેનાથી વિપરીત આ નવી ગોળી વાસ્તવમાં નવા હાડકાનું નિર્માણ કરે છે. અત્યારે માત્ર એક દવા ટેરિપેરાટાઇડથી જ નવેસરથી હાડકાં બને છે, પરંતુ આ દવા ઇન્જેક્શન સ્વરૃપે લેવી પડે છે. પરંતુ આ નવી દવા LP533401 ગોળી સ્વરૃપે લઈ શકાય છે, જે તેને વધુ આકર્ષક બનાવે છે તેવો વૈજ્ઞાાનિકોનો દાવો છે.
પ્રાણીઓ પર આ દવાના પરીક્ષણો કરાયાં છે, પરંતુ સંશોધકો કહે છે કે નાજૂક અને બરડ બનેલાં હાડકાં ધરાવતા કરોડો માનવીઓ માટે આ સારવાર આશીર્વાદરૃપ નીવડશે.

ન્યૂયોર્કસ્થિત કોલંબિયા યુનિવર્સિટીના મુખ્ય સંશોધક પ્રોફે. ગેરાર્ડ કાર્સેન્ટીને ટાંકતા બ્રિટીશ અખબારે જણાવ્યું હતું કે, 'સમગ્ર વિશ્વમાં કરોડો લોકો ઓસ્ટીઓપોરોસિસની ખુવારીજનક અને શારીરિક નબળાઈ લાવતી હાડકાં છિદ્રાળુ બનવાની સ્થિતિનો ભોગ બને છે. ત્યારે હાડકાને બરડ થતા અટકાવે તેમજ નવા હાડકાં બનાવે તેવી સારવારની તાકીદે આવશ્યકતા છે. આ તારણોનો ઉપયોગ કરી અમે દર્દીઓ માટે નવી સારવાર વિકસાવવા જહેમત કરી રહ્યા છીએ.'
 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

રાષ્ટ્રીય સમાચાર

મનોરંજન સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી