Last Updated:19 ડિસેમ્બર 2011

આંધ્રમાં મુસ્લિમોને ૪ ટકા અનામત રદ છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GSNEWS   
સોમવાર, 08 ફેબ્રુઆરી 2010
આંધ્ર પ્રદેશ હાઇકોર્ટની બંધારણીય બેન્ચનો નોંધપાત્ર ચુકાદો

(પી.ટી.આઇ.)    હૈદરાબાદ, તા. ૮
આંધ્ર પ્રદેશની હાઇકોર્ટની બંધારણીય બેન્ચે મુસ્લિમ સમુદાય સાથે સંકળાયેલા આ જૂથોને શૈક્ષણિક સંસ્થાઓ અને નોકરીઓમાં ૪ ટકા અનામતની જોગવાઈ કરતા રાજ્યના કાયદાને ગેરકાનૂની ઠરાવ્યો હતો. હાઇકોર્ટના આ ચૂકાદાને સુપ્રીમ કોર્ટમાં          પડકારવાનો નિર્ણય આંધ્ર સરકારે લીધો છે. હાઇકોર્ટે તેના ચુકાદામાં ૨૦૦૭ના આ કાયદા અને તેના પગલે શૈક્ષણિક સંસ્થાઓ અને નોકરીઓમાં મુસ્લિમ જૂથોને અપાયેલી ચાર ટકા અનામતને કોરાણે રાખવા જણાવ્યું હતું. સાત ન્યાયમૂર્તિઓની બેન્ચે આ ચુકાદો આપ્યો હતો.
શિક્ષણ સંસ્થાઓ અને નોકરીઓમાં મુસ્લિમો માટે અનામતની જોગવાઇ કરતો ૨૦૦૭નો કાયદો ફગાવ્યોઃ સરકાર સુપ્રીમમાં જશે

આંધ્ર પ્રદેશમાં મુસ્લિમ સમુદાયના ૧૫ જૂથોને શૈક્ષણિક સંસ્થાઓ અને નોકરીઓમાં ચાર ટકા અનામત આપવાનો સરકારી આદેશ ૭ જુલાઈ, ૨૦૦૭ના દિવસે જારી કરવામાં આવ્યો હતો. આંધ્ર પ્રદેશમાં હાઇકોર્ટની ચીફ જસ્ટિસ અનિલ રમેશ દવેના વડપણ હેઠળની સાત ન્યાયમૂર્તિઓની આ બંધારણીય બેન્ચે સદર કાયદાને નિરર્થક બનાવ્યો હતો. એડવોકેટ કે. કોન્ડાલા રાવની અરજી પર બેન્ચે ચુકાદો આપ્યો હતો.

હાઇકોર્ટના ચુકાદા પછી મુખ્યપ્રધાન કે. રોસૈયાહે રાજ્યના એડવોકેટ જનરલ ડી.એસ.આર. મૂર્થિને ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પીટિશન કરવાની સૂચના આપી હતી. મુખ્યપ્રધાને કહ્યું હતું કે, સરકાર રાજ્યમાં પછાત મુસ્લિમોને ચાર ટકા અનામત આપવા માટે કટિબદ્ધ છે. આંધ્ર પ્રદેશના શાળા શિક્ષણ પ્રધાન ડી. માણિક્ય વારાપ્રસાદે હાઇકોર્ટના ચુકાદા અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો. મુસ્લિમોને અનામત આપવાની તરફેણમાં વારાપ્રસાદે ખુદ વાદી તરીકે દલીલો કરી હતી. તેમણે પણ જણાવ્યું હતું કે તેઓ આ ચુકાદા વિરૃદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરશે. વારાપ્રસાદે હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે, રંગનાથ મિશ્રા પંચના અહેવાલના આધારે મુસ્લિમોના પછાતપણાને ધ્યાનમાં રાખીને અનામત અપાઈ હતી. કર્ણાટક અને તમિલનાડુમાં પણ આવી અનામત છે. તેઓ સંમત થયા હતા કે બંધારણમાં ધર્મના આધારે ભેદભાવનો નિષેધ છે, પરંતુ મુસ્લિમ અનામતનો આધાર સામાજિક અને આર્થિક પછાતપણાનો છે. આંધ્ર પ્રદેશને કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ દ્વારા સુપરત અહેવાલના આધારે સરકારે ૨૦૦૭માં રજૂ કરેલા ખરડાને વિધાનસભાએ પસાર કર્યો હતો. રાજ્યમાં આર્થિક અને સામાજિક પછાતોને પૂરતું પ્રતિનિધિત્વ આપવા અહેવાલમાં ભલામણ કરાઈ હતી. આ પછી મુસ્લિમ જૂથો માટે ક્વોટાની જોગવાઈ કરતો સરકારી આદેશ જારી કરાયો હતો.
 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી