|
પ. બંગાળમાં પછાત મુસ્લિમોને ૧૦ ટકા અનામતનો નિર્ણય |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
સોમવાર, 08 ફેબ્રુઆરી 2010 |
(પી.ટી.આઇ.) કોલકાતા, તા. ૮
આંધ્ર પ્રદેશ હાઇકોર્ટે મુસ્લિમોને નોકરીઓમાં અનામતની જોગવાઈને ગેરકાનૂની
ઠરાવી એ જ દિવસે પશ્ચિમ બંગાળ સરકારે અન્ય પછાત વર્ગોની જોગવાઈ હેઠળ
મુસ્લિમો માટે નોકરીઓમાં ૧૦ ટકા અનામતની જાહેરાત કરી હતી. રાજ્યમાં
આર્થિક, સામાજિક અને શૈક્ષણિક પછાત મુસ્લિમો માટે ક્વોટાની જાહેરાત
કરવામાં આવી હતી.
કોલકાતા સહિત ૮૨ પાલિકાની ચૂંટણી ધ્યાનમાં રાખી ડાબેરી સરકારે અનામતનું કાર્ડ ખેલ્યું
પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન બુદ્ધદેવ ભટ્ટાચાર્યએ સંવાદદાતાઓને જણાવ્યું હતું કે, અમે રંગનાથ મિશ્રા કમિશનની ભલામણો સ્વીકારવાનો નિર્ણય લીધો છે. અન્ય રાજ્યોની માફક બંગાળમાં પણ એસ.સી., એસ.ટી. અને ઓ.બી.સી. માટે અનાતની જોગવાઈ છે. રાજ્ય સરકારે શૈક્ષણિક, આર્થિક અને સામાજિક પછાત મુસ્લિમોને ઓળખવાની પણ પ્રક્રિયા આરંભી છે. રાજ્યમાં ઓબીસી (અન્ય પછાત વર્ગો) માટે સાત ટકા અનામત હતી. ઓળખ કરાયા પછી મુસ્લિમોને ઓબીસી કેટેગરી હેઠળ અનામત આપીશું, તેમ મુખ્યપ્રધાન ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું.
શાસક ડાબેરી મોરચાએ પહેલી ફેબુ્રઆરીએ લઘુમતીઓને નોકરીઓમાં અનામત માટે રંગનાથ મિશ્રા પંચની ભલામણોને સ્વીકારી હતી. ડાબેરી મોરચાના અધ્યક્ષ બિમાન બોઝે જણાવ્યું હતું કે, સામાજિક અને આર્થિક પછાત મુસ્લિમો માટે અનામત જરૃરી છે, પરંતુ તે ધર્મના આધારે નથી. આગામી મે- જૂન મહિનામાં કોલકાતા મહાનગર તથા અન્ય ૮૨ નગરપાલિકાઓની ચૂંટણી આવી રહી છે, જેને આગામી વર્ષની વિધાનસભા ચૂંટણી અગાઉની સેમિ-ફાઇનલ માનવામાં આવે છે. આ ચૂંટણીઓના સંદર્ભમાં મુસ્લિમોને અનામતનો નિર્ણય જોવાઈ રહ્યો છે.
|