|
ભારતીયોની માથાદીઠ આવક રૃા. ૪૩,૭૪૯ થવાનો અંદાજ |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
સોમવાર, 08 ફેબ્રુઆરી 2010 |
(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૮
વર્તમાન નાણાંકીય વર્ષ ૨૦૦૯- ૧૦માં ભારતીય નાગરિકની સરેરાશ વાર્ષિક આવક
વધીને રૃા. ૪૩,૭૪૯ થવાની ધારણા છે, જે ગયા વર્ષની માથાદીઠ આવક કરતાં નવ
ટકા વધુ હશે. ભારતીય અર્થતંત્ર ૨૦૦૯- ૧૦માં સાત ટકાથી વધુનો વૃદ્ધિદર
નોંધાવશે તેમ મનાય છે.
૦૮-૦૯ની રૃા. ૪૦,૧૪૧ની સરેરાશ વાર્ષિક આવકની સરખામણીએ નવ ટકાનો વધારો થવાની અપેક્ષા
માથાદીઠ આવક અને સામુહિક સમૃદ્ધિનો સૂચકાંક છે, જે ૨૦૦૮- ૦૯માં રૃા. ૪૦,૧૪૧ હતી અને એક વર્ષ અગાઉની માથાદીઠ આવક કરતા તે ૧૩.૩ ટકા વધારે થઈ હતી. સેન્ટ્રલ સ્ટેટેસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન (સીએસઓ)ના આગોતરા અંદાજો મુજબ આમ જણાવાયું હતું. ૨૦૦૯- ૧૦માં નીચો વૃદ્ધિદર અંશતઃ નબળી નિકાસોના કારણોસર છે. દેશમાંથી બહાર જતા શિપમેન્ટથી ચોખ્ખી રાષ્ટ્રીય આવકમાં ઉમેરો થાય છે. જ્યારે આયાતોથી તેમાં બાદબાકી થાય છે. ૨૦૦૯- ૧૦ દરમિયાન અર્થતંત્રમાં નિકાસનો ફાળો ઘટીને ૧૮.૬ ટકા થવાનો અંદાજ છે જે આ અગાઉના નાણાં વર્ષમાં ૨૩.૫ ટકા હતો.
વૈશ્વિક નાણાંકીય કટોકટીના લીધે ભારતનો આર્થિક વૃદ્ધિદર ૨૦૦૮- ૦૯માં ઘટીને ૬.૭ ટકા થયો હતો. જે અગાઉના વર્ષમાં ૯ ટકાથી વધુ હતો. જો કે, રાજકોષીય અને નાણાંકીય સ્ટિમ્યુલસોથી ગતિશીલ બનેલો વર્તમાન નાણાં વર્ષનો વૃદ્ધિદર ૭.૨ ટકા થવાની શક્યતા છે.
ભારતની વસતિના સંદર્ભે સીએસઓ એવો અંદાજ બાંધે છે કે, ૨૦૦૯- ૧૦ દરમિયાન દેશની વસતિ ૧.૧૫ અબજથી વધીને ૧.૧૭ અબજની થશે, જે. ૧.૩૮ ટકાનો વાર્ષિક વધારો સૂચવે છે. ફુગાવાના પરિબળને ધ્યાનમાં લેતા વર્તમાન નાણાંકીય વર્ષમાં માથાદીઠ ૫.૪ ટકાના દરે વધીને રૃા. ૩૩,૫૪૦ થવાનો અંદાજ છે. જે ગયા વર્ષે ૨૦૦૮-૦૯માં પાંચ ટકાના દરે વધીને રૃા. ૩૧,૮૨૧ થઈ હતી.
|