Last Updated:19 ડિસેમ્બર 2011

ઓછી કુશળતા ધરાવતા ભારતીયો માટે ઓસ્ટ્રેલિયાના દરવાજા બંધ છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GSNEWS   
સોમવાર, 08 ફેબ્રુઆરી 2010
ઇમિગ્રેશન કાયદામાં ધરખમ સુધારા

(પીટીઆઇ)    મેલબોર્ન, તા.૮
ઓસ્ટ્રેલિયા સરકારે આજે ડૉક્ટરો, એન્જિનિયરો તથા આઇટી પ્રોફેશનલ જેવા ઉચ્ચ કૌશલ્ય ધરાવનારાઓની તરફેણમાં ઇમિગ્રેશનના નિયમોમાં સુધારા કર્યા છે. 'હેરડ્રેસર્સ' અને 'કૂક' જેવા કોર્સ દ્વારા પર્મેનેન્ટ વિઝા મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓને ટાળવાના હેતુસર કડક બનાવવામાં આવેલા ઇમિગ્રેશન નિયમોને કારણે ભારત સહિત અન્ય દેશોના અંદાજે ૨૦,૦૦૦થી વધારે વિદ્યાર્થીઓની માઇગ્રેશન વિઝા અરજીઓ નાબુદ થશે.
ડૉક્ટરો, એન્જિનિયરો, આઇટી પ્રોફેશનલને વસવાટની તક આપશે હેરડ્રેસિગ, કુકરી જેવા કોર્સ દ્વારા કાયમી વિઝાનો રસ્તો બંધ

ઓસ્ટ્રેલિયાના ઇમિગ્રેશન પ્રધાન ક્રિસ ઇવાન્સે જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયાની ઘરઆંગણે માંગને પહોંચી વળવા માટે વધુ વિદેશી ડૉક્ટરો, એન્જિનીયરો તથા આઇટી પ્રોફેશનલ્સના આગમનને પ્રોત્સાહિત કરવા માટે ઇમિગ્રેશનના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ સાથે તેમણે માઇગ્રેશન ઓક્યુપેશન ઇન ડીમાન્ડ લીસ્ટ (એમઓડીએલ) રદ કરવાના પણ નિર્ણયની પણ જાહેરાત કરી છે.

ઇવાન્સે જણાવ્યું હતું કે નવા ફેરફારને કારણે વિદેશી વિદ્યાર્થીઓને કાયમી વસવાટનો હક મેળવવા ચોક્કસ વ્યવસાયમાં તાલિમ લેવા પ્રોત્સાહન મળશે. ઉચ્ચ કૌશલ્ય ધરાવતા વ્યાવસાયિકોની સરખામણીએ ઓછી કુશળતા ધરાવતા શ્રમિકોના વધુ પ્રમાણ સામે નારાજગી દર્શાવતા ઇવાન્સે જણાવ્યું હતું કે 'ડૉક્ટર્સ અને નર્સની જરૃરિયાત સામે અમે વિદેશમાંથી હેરડ્રેસર્સને લેતા હોઇએ છીએ, જે ખરેખર વ્યવહારુ નથી.' વર્તમાન પદ્ધતિઓની ઉણપ અંગે બોલતા ઇવાન્સે કહ્યું હતું કે 'રહોડ્સ સ્કૂલમાં કેમેસ્ટ્રી કે મેથેમેટીક્સ સાથે ડિગ્રી મેળવનાર વિદ્યાર્થીને પોઇન્ટ આપવામાં આવતા નથી, જેની સામે એવા અનેક ઓક્યુપેશન્સ છે જેમાં કૂક અને હેરડ્રેસર જેવા કોર્સના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓઓ અભ્યાસ કરે છે, ૯૨ અઠવાડિયામાં લાયકાત મેળવે છે અને પર્મેનેન્ટ રેસીડેન્સી મેળવવા આગળ વધે છે.'

ઓસ્ટ્રેલિયન અખબારના અહેવાલ અનુસાર ઇમિગ્રેશનના નિયમોમાં ફેરફારને કારણે હેરડ્રેસર, કૂકરી તથા અન્ય કોર્સ દ્વારા પર્મેનેન્ટ રેસીડેન્સી મેળવવા ઇચ્છતા ભારત સહિતના દેશોના વિદ્યાર્થીઓની ૨૦,૦૦૦ ઇમિગ્રેશન અરજીઓ નામંજૂર થશે. નવા નિયમોમાં સ્પોન્સર અથવા જોબ ઓફર ધરાવનારાઓની તરફેણ કરવામાં આવી છે. ઇવાન્સે એમપણ જણાવ્યું હતું કે 'હવે સ્ટુડન્ટ વિઝાનો અર્થ માત્ર એ જ અભ્યાસ માટે અપાતા વિઝા જ રહેશે.' ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા એક લાખ હોવાનો અંદાજ છે.
 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી