Last Updated:19 ડિસેમ્બર 2011

મંત્રણા માટે પાકિસ્તાને ભારતને ફરજ પાડી છે છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GSNEWS   
સોમવાર, 08 ફેબ્રુઆરી 2010
પાક.ના વિદેશપ્રધાનની શેખી

(પી.ટી.આઇ.)    ઇસ્લામાબાદ, તા. ૮
પાકિસ્તાને જણાવ્યું છે કે, તે વિદેશ સચિવ સ્તરની મંત્રણાનો પ્રસ્તાવ મૂકનારા ભારતને ઘૂંટણિયે પડયું નથી અને પાકિસ્તાને ભારતને આ મંત્રણા માટે ફરજ પાડી છે. ઇસ્લામાબાદે જણાવ્યું હતું કે, પાકિસ્તાન તેના પર કોઈ પણ પ્રકારનું દબાણ થાય તે સાંખી લેશે નહિ અને તે પોતાના હિતોનું રક્ષણ કરશે. ભારત ઘૂંટણીયે પડયું હોવાનો દાવો પણ પાકિસ્તાને કર્યો છે.
પાક. સરકાર ઘૂંટણિયે પડી હોવાની વાત નકારી તેમજ રાજદ્વારી વિજય મેળવ્યાનો દાવો

પાકિસ્તાની વિદેશપ્રધાન શાહ મહમૂદ કુરેશીએ ગઈકાલે પંજાબ પ્રાંતના મુલ્તાન ખાતે જણાવ્યું હતું કે, ભારતે અમારી પાસે આવીને મંત્રણાની માંગણી કરી છે. પાકિસ્તાન ક્યારેય પણ ભારતના ઘૂંટણિયે પડયું નથી અને તેના દબાણને વશ પણ થયું નથી. જો કે તેમણે કહ્યું હતું કે, અનેક મુદ્દે પાકિસ્તાનની સ્થિતિ મજબૂત છે એટલે તે આ વાટાઘાટોમાં આગળ વધશે.

ઉલ્લેખનીય છે કે, ભારતે વિદેશ સચિવ નિરૃપમા રાવ અને પાકિસ્તાની વિદેશ સચિવ સલમાન બશિર વચ્ચે ૧૮ અથવા તો ૨૫ ફેબુ્રઆરીના રોજ બેઠક યોજવાનો પ્રસ્તાવ મૂક્યો છે. કુરેશીએ દાવો કર્યો હતો કે ભારતે પાકિસ્તાનને રાજદ્વારી રીતે હાંસિયામાં ધકેલવાનો પ્રયત્ન કર્યો છે પણ ઇસ્લામાબાદની 'અસરકારક' નીતિઓના પગલે ભારતની કારી ફાવી નહોતી.

કુરેશીએ જણાવ્યું હતું કે, ''પાકિસ્તાને ૨૬/૧૧ના હુમલાને વખોડી કાઢ્યો હતો. તેઓ આજે પણ પાકિસ્તાનના એ મંતવ્યને વળગેલા છે. પાકિસ્તાન પોતે પણ છેલ્લા બે વર્ષથી પડકારજનક સ્થિતિનો સામનો કરી રહ્યું હોવાનું કહી તેમણે ઉમેર્યું હતું કે, આતંકવાદીઓ અહીં મસ્જિદ અને ધાર્મિક કાર્યક્રમોને નિશાન બનાવે છે પણ ઇસ્લામાબાદની સરકાર આતંકવાદને ડામવા કટિબદ્ધ છે અને તે આતંકવાદીઓને સફળ થવા દેશે નહિ.''
ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં ૨૬/૧૧ના હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેની વાટાઘાટો શીતાગારમાં ધકેલાઈ ગઈ હતી અને હવે તેને ફરીથી શરૃ કરવાના ભાગરૃપે સૂચિત વિદેશ સચિવ સ્તરની બેઠકને જોવામાં આવે છે. જો કે આ બેઠકને સર્વગ્રાહી ન ગણવાની ભારતે સ્પષ્ટતા કરી છે.
 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી