Last Updated:19 ડિસેમ્બર 2011

મારા માટે રમત કરતા દેશ મહાન અને ક્યારેય દેશનું અપમાન સહન નહિ કરું ઃ ઠાકરે છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GSNEWS   
સોમવાર, 08 ફેબ્રુઆરી 2010
ઓસ્ટ્રેલિયન ક્રિકેટરો અંગે ઠાકરેનો નિર્ણય બે-ત્રણ દિવસમાં

(પ્રતિનિધિ દ્વારા)    મુંબઇ, તા.૧૮
આઇપીએલ ક્રિકેટ મેચોમાં ઑસ્ટેલિયાના ક્રિકેટરોને ભાગ લેવા નહિ દેવાય એવી શિવસેનાની ધમકી બાદ કેન્દ્રીય પ્રધાન અને એનસીપીના પ્રમુખ શરદ પવારે સેના પ્રમુખ બાળ ઠાકરેની ગઇકાલે મુલાકાત લીધા પછી આઇપીએલ મેચો વિશે શિવસેનાનું વલણ બે ત્રણ દિવસમાં જાહેર કરાશે એમ પક્ષે જણાવ્યું હતું.
પક્ષના મુખપત્ર 'સામના'ના તંત્રી લેખમાં જણાવાયું છે કે આઇપીએલ મેચોમાં ઑસ્ટ્રેલિયાના ખેલાડીઓને ભાગ લેવા દેવા વિશે પક્ષ બે-ત્રણ દિવસમાં નિર્ણય જાહેર કરશે.

એનસીપીના અધ્યક્ષ શરદ પવાર જે ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ પણ રહી ચૂક્યાં છે તેઓ ગઇકાલે માતોશ્રી ખાતે સેના પ્રમુખ બાળ ઠાકરેને મળ્યા ત્યારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પ્રમુખ શશાંક મનોહર પણ હાજર હતા અને બે કલાકની ચર્ચા દરમિયાન આઇપીએલ મેચો સામેનો વિરોધ પાછો ખેંચવા વિનંતી કરી હતી.
પક્ષના મુખપત્રમાં સેના પ્રમુખે જણાવ્યું છે કે મારા માટે રમત કરતા દેશ મહત્ત્વનો છે અને હું ક્યારેય દેશનું અપમાન સહન કરીશ નહિ.

શશાંક મનોહરે ગઇકાલે રાત્રે જણાવ્યું હતું કે આઇપીએલ મેચોમાં ઑસ્ટ્રેલિયન ટીમ ભાગ નથી લેવાની પરંતુ ઑસ્ટ્રેલિયન ખેલાડીઓ વિવિધ ટીમોમાં રહેશે અને તે વિશે અમે સેના પ્રમુખને સમજણ આપી હતી.
બાળા સાહેબે અમને આઇપીએલમાં કેટલા ઑસ્ટ્રેલિયન ખેલાડીઓ ભાગ લેવાના છે તે વિશે પૂછયું હતું અને અમે તેઓને એકાદ- બે દિવસમાં વિગતો આપશું એમ મનોહરે જણાવ્યું હતું.
આઇપીએલની મેચો મુંબઇમાં નહિ યોજાય તો રાજ્યના મરાઠી ખેલાડીઓને પણ નુકસાન થશે એમ શશાંક મનોહરે જણાવ્યું હતું.
 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી