Last Updated:19 ડિસેમ્બર 2011

સંક્ષિપ્ત સમાચાર છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GSNEWS   
સોમવાર, 08 ફેબ્રુઆરી 2010
મોંઘવારી ટૂંકમાં કાબુમાં આવશે ઃ મુખરજી
(પીટીઆઈ)    કોલકાતા, તા. ૮
ખાદ્યપદાર્થોનો ફુગાવો ૧૭ ટકા કરતાંય વધી જતાં કેન્દ્ર સરકારે આજે જણાવ્યું હતું કે મોંઘવારીની સમિક્ષા થઈ રહી છે અને જીવન જરૃરી ચીજોના ભાવ પર ટૂંકમાં કાબુ મેળવવામાં આવશે.
એશિયાટિક સોસાયટી તરફથી ઈન્દિરા ગાંધી ગોલ્ડ પ્લેક સ્વીકારતી વખતે નાણા મંત્રી પ્રણવ મુખરજીએ કહ્યું હતું કે મોંઘવારી ડામવાની પ્રક્રિયા ચાલુ છે અને જીવન જરૃરી ચીજોના ભાવ ટૂંક સમયમાં કાબુમાં આવશે. માંગ અને પૂરવઠામાં સમતુલા જળવાતી નથી તેમ કેન્દ્ર સરકારે નોંધ લીધી છે. પૂરવઠો વધારવાના કેન્દ્ર સરકારના પગલાંનો કેટલાક લોકોએ લાભ લીધો હતો.
ભાવવધારો ડામવા માટે સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં ૧૦ રાજ્યોનાં મુખ્યમંત્રીઓનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકારે મોંઘવારી ડામવા કેટલાંક મક્કમ પગલાં લીધા છે તેમ તેમણે જણાવ્યું હતું.
કાશ્મીર ખીણમાં ભારે હિમવર્ષા યથાવત
(પીટીઆઈ)    શ્રીનગર, તા. ૮
જમ્મુ અને કાશ્મીરના પહાડી વિસ્તારમાં હિમવર્ષા અને તળેટીના વિસ્તારોમાં હળવો વરસાદ ચાલુ રહ્યો હતો. શ્રીનગર સહિત કાશ્મીર ખીણના વિસ્તારમાં છેલ્લાં ચાર દિવસથી ચાલુ રહેલી હિમવર્ષાને કારણે તમામ વિસ્તારમાં બરફની ચાદર છવાઈ ગઈ હતી. ગુલમર્ગમાં પાંચ ફૂટ બરફના થર જામ્યા હતાં. કુપવાડા અને બાંદિપુર જિલ્લામાં પણ બરફ છવાઈ ગયો હતો.
જોકે બરફ વર્ષાને કારણે ફળોના ખેડૂતો ખુશ થયા હતા. છેલ્લે છેલ્લે પડેલી ગરમીને કારણે ઉત્પન્ન થયેલી ચિંતા બરફવર્ષાને કારણે હળવી થઈ હતી અને સફરજનના પાકને સારો એવો લાભ થયો હતો.
જોકે બરફવર્ષાને કારણે તમામ રસ્તાઓ બંધ થઈ જતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો. અમરનાથની ગુફા તરફ જવાના રસ્તા પર ત્રણ ફૂટ બરફ છવાયો હતો. તેમ સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતું. હવામાન ખાતાએ હજી વધુ બરફવર્ષા થવાની આગાહી કરી હતી.

રાજસ્થાનના અનેક વિસ્તારોમાં વરસાદ
(પી.ટી.આઇ.)    જયપુર, તા. ૮
રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ થતાં તાપમાનનો પારો નીચે ગયો હતો. રાજસ્થાનના ઉત્તર પૂર્વ વિસ્તારમાં હળવો વરસાદ થવાથી તાપમાનમાં ૪ ડિગ્રીનો ઘટાડો થયો હતો તેમ સ્થાનિક હવામાન ખાતાની કચેરીએ જણાવ્યું હતું. પાકિસ્તાન તરફથી આવેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજસ્થાનમાં વરસાદ થયાનું જાણવા મળ્યું હતું. પાકિસ્તાન તરફથી આવેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજસ્થાનમાં વરસાદ થયાનું જાણવા મળ્યું હતું. જેને કારણે માઉન્ટ આબુમાં તાપમાન ઘટીને ૮ ડિગ્રી સેલ્શિયસ થયું હતું.
પાટનગર જયપુરમાં પણ હળવો વરસાદ નોંધાયો હતો અને લઘુત્તમ તાપમાન ૧૭ ડિગ્રી સેલ્શિયસ રહ્યું હતું.

પવાર- ઠાકરે બેઠકનો બચાવ કરતો એનસીપી
(પી.ટી.આઇ.)          નવી દિલ્હી, તા. ૮
પવાર અને ઠાકરને મુલાકાતને કારણે વિવાદ સર્જાયો છે છતાં એનસીપીએ બંને નેતાઓની મુલાકાતનો બચાવ કરી જણાવ્યું હતુંકે લોકશાહીમાં મુલાકાત અને ચર્ચા મહત્ત્વપૂર્ણ છે.
એનસીપીના પ્રવક્તા ત્રિપાઠીએ જણાવ્યું હતું કે પવાર બીસીસીઆઇના વડા શશાંક મનોહરને સાથે લઈને ઠાકરેને મળવા ગયા હતા અને ઠાકરેને મુંબઈમાં આઇપીએલની મેચ યોજવામાં કોઈ રાજકારણ નથી તેમ સમજાવ્યું હતું. લોકશાહીમાં પરસ્પર ચર્ચા વડે સમસ્યાઓ ઉકેલાય છે અને ચર્ચા મહત્ત્વની છે. તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ચવાણના નિવેદનને સમર્થન આપ્યું હતું.

ઉ.પ્રમાં ધારાસભ્યોના પગાર-ભથ્થામાં વધારો
(પીટીઆઇ)    લખનૌ, તા.૮
ઉત્તર પ્રદેશ સરકારે આજે ધારાસભ્યો, વિધાનસભા સ્પીકર, પરિષદના ચેરમેન તથા પ્રધાનોના વેતનો તથા ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી હતી.
રાજ્યની વિધાનસભા અને વિધાનપરિષદમાં આ અંગે જણાવતા મુખ્યપ્રધાન માયાવતીએ વિધાનસભાના બન્ને ગૃહના સભ્યોનું વેતન હાલ રૃ.૩૦,૦૦૦થી વધારીને રૃ.૫૦,૦૦૦ કરવાની ઘોષણા કરી હતી. અત્યાર સુધી ઉત્તર પ્રદેશમાં ધારાસભ્યોને રૃ.૩,૦૦૦ માસિક વેતન, રૃ.૧૫,૦૦૦ વિધાનસભા ક્ષેત્ર ભથ્થુ, રૃ.૬,૦૦૦ આરોગ્ય ભથ્થુ તથા રૃ.૬,૦૦૦ સેક્રેટરી ભથ્થુ મળતું હતું. જો કે ધારાસભ્યોને હવે રૃ.૮,૦૦૦ પગાર, રૃ.૨૨,૦૦૦ વિધાનસભાક્ષેત્ર ભથ્થુ, રૃ.૧૦,૦૦૦ આરોગ્ય ભથ્થુ અને રૃ.૧૦,૦૦૦ સેક્રેટરી ભથ્થુ મળતું થશે.
આ સાથે માયાવતીએ વિધાનસભા અને પરિષદના સ્પીકર તથા ડેપ્યુટી સ્પીકરના વેતન પણ હાલ રૃ.૫,૦૦૦થી વધારીને રૃ.૧૨,૦૦૦ કરવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત સરકારે કેબિનેટના પ્રધાનોના માસિક પગાર રૃ.૫,૦૦૦થી વધારીને રૃ.૧૨,૦૦૦ કરવાની પણ જાહેરાત કરી હતી.

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી