Last Updated:19 ડિસેમ્બર 2011

સેહવાગને હજુ પણ આશા ઃ ભારત પરાજયને ટાળી શકે તેમ છે છાપો ઈ-મેલ
રમત જગત સમાચાર
આના લેખક છે GSNEWS   
સોમવાર, 08 ફેબ્રુઆરી 2010

૨૦૦૧માં ઓસી.ને ફોલોઓન થયા પછી હરાવ્યું હતું

 નાગપુર, તા. ૮
સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં ફોલોઓન બાદ ભારતની ૬૬ રનમાં બે વિકેટ પછી ચુકી છે અને એક ઈનિંગની હારથી બચવા ભારતને હજુ ૨૫૯ રન કરવાના છે ત્યારે સેહવાગને એવી આશા છે કે ભારત આ ટેસ્ટમાં હારથી બચી શકે તેમ છે.

ટી પછી બોલ બદલતા સ્ટેનને ફાયદો થયો હતો

સેહવાગે કહ્યું હતું કે ૨૦૦૧માં ઓસ્ટ્રેલિયા સામે અમે ફોલોઓન થઈને ટેસ્ટ મેચ જીત્યા હતા. તેંડુલકર હજુ રમી રહ્યો છે અને તે ખૂબ અનુભવી બેટ્સમેન છે. મુરલી પણ સારૃં રમે છે. અમે જોરદાર લડત આપીશું.
સેહવાગે તેની કારકિર્દીની ૧૮મી ટેસ્ટ સદી ભારતની પ્રથમ ઈનિંગમાં ફટકારી હતી. તેણે કબૂલ્યું હતું કે અમે અમારા દેખાવથી ભારે નિરાશ છીએ. અમે બધાં જ ખૂબ વ્યથીત છીએ પણ સ્ટેનને જશ આપવો જ પડે તેવી તેની બોલિંગ હતી. તેણે સવારે વિજય અને તેંડુલકરની વિકેટ ખૂબ જ ઉત્કૃષ્ટ બોલ વડે લીધી હતી. ટી પછી બોલ બદલાતા તેણે રીવર્સ સ્વીંગ વડે ભારતનો ધબડકો કર્યો હતો. ટી પછી બોલ થોડો ઢીલો પડી જતા અમ્પાયરે તેને બદલવાની માંગણી સ્વીકારી હતી. સખત બોલ મળતા જ સ્ટેને બોલમાંથી અસાધારણ રીવર્સ સ્વીંગ મેળવ્યા હતા. જેમાં ૩.૪ ઓવરોમાં તેણે પાંચ વિકેટ ઝડપી હતી. સ્ટેને તેની કારકિર્દીની શ્રેષ્ઠ ૫૧ રનમાં ૭ વિકેટ લેતી બોલિંગ નાંખી હતી.
સેહવાગે કહ્યું હતું કે હજુ પણ ભારતના બેટ્સમેનોએ કાલે માત્ર ક્રીઝ પર ઊભા રહેવા કરતા શક્ય હોય ત્યારે રન પણ લેતાં રહેવું જોઈએ.

 હવે પછીના બે દિવસ પીચ કેવું વર્તન કરશે તે અંગે તેણે કહ્યું હતું કે તે હું કહી ના શકું પણ બેટ્સમેનો માટે વધુ સારી તો નહીં જ બને.
 
< પાછળનુ   આગળનુ >

Latest News

From The Archives

મનોરંજન સમાચાર

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

વેપાર જગત સમાચાર

રાષ્ટ્રીય સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી