|
ભારત પાકિસ્તાનને હરાવીને વોલીબોલમાં ગોલ્ડ મેડલ જીત્યો |
|
|
|
રમત જગત સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
સોમવાર, 08 ફેબ્રુઆરી 2010 |
|
સાઉથ એશિયન ગેમ્સમાં ૩-૧થી વિજય
ઢાકા, તા. ૮
ભારતે અહીં મિરપુરમાં રમાયેલી સાઉથ એશિયન ગેમ્સના વોલીબોલ ઈવન્ટમાં ગોલ્ડ
મેડલ મેળવતા પાકિસ્તાનને ૩-૧થી પરાજ્ય આપ્યો હતો. ગેમનો સ્કોર ૨૩-૨૫,
૨૫-૨૩, ૨૫-૧૪, ૨૫-૧૬ રહ્યો હતો. ભારતે આ સાથે આ ટાઈટલ તેની પાસે જાળવી
રાખ્યું હતું.
ભારતનો ટાઈટલ જાળવી રાખતો દેખાવ
ટુર્નામેન્ટમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવવામાં સુબ્બા રાવ, ઉક્કારા પાંડયેન, સંજયકુમાર, નવીન રાજા અને શ્રીકાંતની રમતનું મહત્તમ યોગદાન હતું. આ ખેલાડીઓનો ગેમ પ્લાન અને વળતી વ્યુહરચના ખૂબ જ પ્રસંશનીય હતી.
ભારતીય ટીમના કોચ શ્રીધરને કહ્યું હતું કે આક્રમક અભિગમ વિજય માટેનું મુખ્ય કારણ છે પણ પાકિસ્તાન સામેની ફાઈનલમાં તેઓના આક્રમક સ્મેશને બ્લોક કરતી આપણી રમત પણ દાદ આપવા લાયક હતી. હવે ભારતનું ધ્યેય એસિયન ગેમ્સ અને ઓલિમ્પિક માટે ક્વોલીફાય થવાનું છે. ભારતના વિજેતા ખેલાડીઓને એક સમારંભ યોજીને બિરદાવવામાં પણ આવનાર છે.
|