|
ચેન્નાઈ ઓપનમાં ફેનિલ શાહે ઈન્ટરનેશનલ ચેસ માસ્ટરનું ટાઈટલ મેળવ્યું |
|
|
|
રમત જગત સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
સોમવાર, 08 ફેબ્રુઆરી 2010 |
|
દેશ-વિદેશના ૪૦૦ ખેલાડીઓએ ભાગ લીધો હતો
અમદાવાદ, સોમવાર
ફેનિલ શાહે હાલમાં પુરી થયેલી ચેન્નાઈ ઓપન ૨૦૧૦ ઈન્ટરનેશનલ ગ્રાન્ડ માસ્ટર
ટુર્નામેન્ટ માં પોતાની શાનદાર રમતનું પ્રદર્શન કરી ઈન્ટરનેશનલ માસ્ટર નું
પ્રથમ ટાઈટલ મેળવવાની એક સિદ્ધિ હાંસલ કરી છે. ભારત સહિત રશિયા,
ફીલીપાઈનસ, સ્લોવેકિયા ઉઝબેકિસ્તાન, નેપાળ જેવો દેશોમાંથી લગભગ ૪૦૦ જેટલા
ખેલાડીઓએ આ સિનિયર કેટેગરીની ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. જેમાં કુલ ૭૦
જેટલા ગ્રાન્ડમાસ્ટર ઈન્ટરનેશનલ માસ્ટરોએ મુખ્યત્વે ભાગ લીધો હતો. ૧૧
રાઉન્ડની રમતમાં પેનિલે ૬ જી, ૪ ડ્રો અને માત્ર ૧ ગેમ ટુર્નામેન્ટના
ચેમ્પિયન ગ્રાન્ડમાસ્ટર ટયુરોવ સાથે હારી કુલ ૮ પોઈન્ટ કરી પોતાના
ઈન્ટરનેશનલ રેટીંગમાં ૬૦ જેટલા પોઈન્ટનો વધારો કર્યો છે.
આ સાથે પોતાની રેટીંગ કેટેગરીમાં ફેનિલે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી પ્રાઈઝલીસ્ટમાં પોતાનું સ્થાન મજબુત કર્યું છે. ખૂબ જ ઊંચું રેટિંગ ધરાવતા રશિયાના ગ્રાન્ડમાસ્ટર માનીક મુકલાસ, સૈદાલી તેમજ ભારતનાં પ્રખ્યાત ગ્રાન્ડમાસ્ટર કીદામ્બી સાથે ડ્રો તેમજ ૨ ઈન્ટરનેશનલ માસ્ટર સપ્તર્ષિરોય તેમજ પ્રિયદર્શન સાથે અત્યંત સુંદર રમત રમી જીત મેળવી હતી. ટુર્નામેન્ટમાં ભાગ લીધેલા તમામ ખેલાડીઓમાં એક માત્ર આ ૧૪ વર્ષના પેનિલે સૌથી વધુ રેટિંગ વધારી પોતાના ગ્રાન્ડમાસ્ટર બનવાના સ્વપ્નની સીડીનું પ્રથમ સોપાન સર કર્યું છે.
અંડર ૧૧ નેશનલ ચેમ્પિયન ફેનિલ માત્ર ૮ વર્ષની ઉંમરે બ્રિટીશ અંડર-૮,૯ તેમજ ૧ ત્રણ કેટેગરીમાં ચેમ્પિયન બની ચૂક્યો છે. આ સાથે કોમનવેલ્થમાં ત્રણ મેડલો અને એશિયન યુથમાં બે મેડલો પણ તે જીતી ચુકેલો છે.
|