|
ઇંગ્લેન્ડ સામેની બે ટ્વેન્ટી-૨૦ માટેની પાકિસ્તાનની ટીમ જાહેર |
|
|
|
રમત જગત સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
સોમવાર, 08 ફેબ્રુઆરી 2010 |
|
કામરાન અકમલને પડતો મુકાયો ઃ રઝાકને એન્ટ્રી
લાહોર, તા. ૮
આગામી ૧૯-૨૦ ફેબુ્રઆરીએ અબુ ધોબીમાં
રમાનાર ઇંગ્લેન્ડ સીમેન બે ટ્વેન્ટી-૨૦ માટેની જાહેર થયેલી ટીમમાં વિકેટ
કીપર બેટ્સમેન કામરાન અકમલને પડતો મુકાયો છે. જ્યારે કેપ્ટન તરીકે મલિકની
નિયુક્તિ થઈ છે.
૧૯ અને ૨૦ ફેબુ્રઆરીએ અબુ-ધાબીમાં આયોજન
પાકિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલિયાની પ્રવાસે ત્રણ ટેસ્ટ, પાંચ વન-ડે અને એક ટ્વેન્ટી-૨૦ એમ તમામ મેચોમાં હારી ચુકી હોઈ ભારે હતાશા જણાય છે. ટીમનો જુથવાદ અને પાકિસ્તાન બોર્ડ જાડેજા સંબંધ વધુ વકર્યો છે.આફ્રીદી ઓસ્ટ્રેલિયા સામેની ટ્વેન્ટી-૨૦માં બોલ ટેમ્પરિંગના આરોપસર બે વન-ડે રમવા પર પ્રતિબંધ ભોગવી રહ્યો છે. તે પણ ઇંગ્લેન્ડ સામેની પ્રથમ મેચ નહીં રની શકે. એક ટ્વેન્ટી-૨૦ની સજા તે ઓસ્ટ્રેલિયા સામે ભોગવી ચુક્યો છે. નાવેદ હસનના સ્થાને અબ્દુલ રઝાક ઉપરાંત યાસીર અરાફતને પણ ટીમમાં સામેલ કરાયો છે.મોહમ્મદ આસીફ ડ્રગ કૌભાંડમાં દુબઈ ખાતે પકડાયો હોઈ યુનાઈટેડ આરબ અમીરાતે તેના પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો છે જે હજુ જારી જ છે. આ કારણે તે પણ ઇંગ્લેન્ડ સામેની બે ટ્વેન્ટી-૨૦ નહીં રમી શકે.
પાકિસ્તાનની ટીમ ઃ મલિક (કેપ્ટન), ફરહાત, નઝીર, લતીફ, આફ્રીદી, આલમ, ઉંમર અકમલ, રઝાક, એહમદ (વિ.કી.), અરાફત, અજમલ, તલ્હત, રીઆઝ અને ગુલ.
રીઝર્વ ઃ અંજુમ, સજ્જાદ, આમેર.
|