Last Updated:19 ડિસેમ્બર 2011

હેવીવેઈટ શેરોમાં શોર્ટ કવરીંગે સેન્સેકસ ૨૬૪ પોઈન્ટનો ઘટાડો પચાવી ૧૬૦૬૧ થઈ અંતે ૧૫૯૩૬ છાપો ઈ-મેલ
શેરબજાર
આના લેખક છે GSNEWS   
સોમવાર, 08 ફેબ્રુઆરી 2010
Image (ગુજરાત સમાચાર પ્રતિનિધિ)    મુંબઈ,  સોમવાર
વૈશ્વિક આર્થિક વૃધ્ધિ ફરી ડામાડોળ બનવાના ગત અઠવાડિયાના ગ્રીસ, યુરોપના દેશોના અહેવાલો બાદ ડહોળાયેલા વૈશ્વિક શેરબજારોના સેન્ટીમેન્ટમાં યુ.એસ.ના બેરોજગારીના આંકમાં ઘટાડાએ પ્રાણ પૂર્યા છતાં એશીયાના બજારોમાં આજે ચીનના ધિરાણ અંકુશોએ  સાવચેતીમાં સાર્વત્રિક નરમાઈને પરિણામે મુંબઈ શેરબજારોમાં પણ ટ્રેડીંગનો આરંભ ઝડપી ઘટાડાએ થયો હતો. ટાટા ગુ્રપ કંપનીઓ ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, ટીસીએસ સાથે હિન્દાલ્કો, વિપ્રો, આઈટીસી, ડીએલએફ, એસીસી, એનટીપીસી સહિતની નરમાઈએ સેન્સેક્ષ આગલા બંધ ૧૫૯૧૫.૬૫ સામે ૧૫૯૩૧.૩૪ ખુલી એક તબક્કે ૨૬૩.૬૬ પોઈન્ટના ઘટાડે નીચામાં ૧૫૬૫૧.૯૯ સુધી ખાબકી ગયો હતો. પરંતુ ઘટાડે સરકારે ચાલુ નાણાકીય વર્ષ માટે આર્થિક વૃધ્ધિનો અંદાજ ૬.૭ ટકાથી વધારીને ૭.૨ ટકા મૂકતા અને આ વૃધ્ધિ મેન્યુફેકચરીંગ ક્ષેત્રે ૮.૯ ટકા અને સર્વિસિઝ ક્ષેત્રે ૯.૯ ટકા વૃધ્ધિ હાંસલ થવાનો અંદાજ બતાવતા તેમજ યુરોપના ગ્રીસ સહિતના દેશો બજેટ ખાધને પહોંચી વળવા સક્ષમ રહેશે એવા યુરોપના ફાઈનાન્સ ચીફના આશ્વાસને યુરોપના શેરબજારો સંગીન મજબૂતીએ ખુલતા એશીયાના બજારોમાં ઘટયા મથાળેથી આંશિક રીકવરી સાથે મુંબઈ શેરબજારો ઘટાડો પચાવી પોઝિટીવ ઝોનમાં આવી ગયા હતા. ઓનએનજીસી, સ્ટેટ બેંક, લાર્સન એન્ડ ટુબ્રો, ઈન્ફોસીસ, ભેલ, આઈસીઆઈસી બેંક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, રિલાયન્સ ઈન્ફ્રા., એચડીએફસી, સ્ટરલાઈટ ઈન્ડસ્ટ્રીઝમાં વેચાણો કપાયા હતા. જ્યારે આરંભથી જ ભારતી એરટેલ, રિલાયન્સ કોમ્યુનિકેશન, લીવર સહિતમાં લેવાલીના આર્કષણે સેન્સેક્ષ સંપૂર્ણ ઘટાડો પચાવી એક સમયે ૧૪૫.૭૬ પોઈન્ટના સુધારે ઉપરમાં ૧૬૦૬૧.૪૧ સુધી પહોંચી ગયો હતો. જે અંતે વિપ્રો, ટાટા સ્ટીલ, એનટીપીસી, ટાટા પાવર, આઈટીસીમાં વેચવાલી અને ટ્રેડરોની નફારૃપી અન્ય હેવીવેઈટ શેરોમાં વેચવાલીએ મોટાભાગનો સુધારો ઓસરી જઈ ૧૯.૯૬ પોઈન્ટ વધીને ૧૫૯૩૫.૬૧ મથાળે બંધ રહ્યો હતો.

એનએસઈનો નિફટી કેશ ઈન્ડેક્ષ આગલા બંધ ૪૭૫૭.૨૫ સામે ૪૭૫૫.૩૫ ખુલીને નીચામાં ૪૬૭૫.૪૦ સુધી જઈ પાછો ફરી ઉપરમાં ૪૭૯૯.૦૫ થઈ અંતે ૩.૧૫ પોઈન્ટ વધીને ૪૭૬૦.૪૦ બંધ રહ્યો હતો. ડેરીવેટીવ્ઝમાં નિફટી બેઝડ શનિવારે ખાસ ટ્રેડીંગ સત્રમાં લેણ કરનારા નિફટીના રાજા બિગબુલે આજે ટ્રેડીંગના આરંભમાં છેતરામણી ચાલે લેણ વેચ્યા બાદ મંદી કરવા લલચાયેલા ખેલંદાઓને ટ્રેપમાં લઈ યુરોપ પાછળ નિફટીને ઉછાળી વેચાણો કપાવ્યા બાદ ફરી વધ્યા મથાળે નિફટીમાં લેણ હળવું કરીને આજે ટ્રેડીંગમાં બિગબુલ સહિતના દિગ્ગજોએ બન્ને તરફી તોફાનમાં નફાની તારવણી કર્યાની ચર્ચા હતી. નિફટી ફેબુ્રઆરી ફયુચર ૭૨૬૦૬૫ કોન્ટ્રેક્ટસમાં રૃ.૧૭૨૦૬ કરોડના ટર્નઓવરે ૪૮૪૯.૩૫ સામે ૪૭૨૩.૭૦ ખુલી નીચામાં ૪૬૬૭.૨૫ થઈ ઉપરમાં ૪૮૦૬.૬૦ સુધી જઈ અંતે ૪૭૬૬.૯૦ બોલાતો હતો.

બેંક નિફટી ફયુચર ૪૪૧૯૧ કોન્ટ્રેક્ટસમાં રૃ.૧૮૩૨ કરોડના ટર્નઓવરે ૮૨૬૫.૭૫ સામે ૮૨૫૦ ખુલી નીચામાં ૮૧૪૧ થઈ ઉપરમાં ૮૪૨૧.૧૦ સુધી જઈ અંતે ૮૩૪૦.૪૦ બોલાતો હતો. બેંક નિફટીમાં આજે વધ્યા મથાળે વ્હાઈટ દિગ્ગજ વેચવાલ બન્યાની ચર્ચા સાથે આગામી દિવસોમાં ટ્રેડીંગ વોલ્યુમ ઘટતું જવાના અને બજારના નિષ્ક્રિયતા વધતી જવાના અમુક વર્ગના ધ્યાને બેંક શેરોમાં વેચવાલી વધી હતી. લંડન મેટલ એક્સચેન્જની પાછલા દિવસોની ઝડપી નરમાઈ બાદ આજે આંશિક રીકવરી છતાં બજારના અમુક વર્ગે મેટલમાં વૈશ્વિક મોટી નરમાઈ આગામી દિવસોમાં આવી જવાના ધ્યાને મેટલ શેરોમાં લેણ હળવું કરવાની શરૃઆત કરી દીધાની ચર્ચા હતા.


૧૩૨૯ વધ્યાઃ ૧૮૮ શેરોમાં તેજીની સર્કિટ

સ્મોલ- મિડ કેપ શેરોમાં શનિવારના ખાસ ટ્રેડીંગ સત્રમાં તેજી જોવાયા બાદ આજે પણ આરંભમાં સેન્સેક્ષ- નિફટીની નરમાઈ છતાં વેલ્યુબાઈંગરૃપી લેવાલીએ મજબૂતી જોવાઈ હતી. પરંતુ વધ્યા મથાળે ઈન્ડેક્ષની અફડાતફડી વચ્ચે સાવચેતીમાં હળવા થવાના માનસે શેરોમાં વેચવાલી વધતા માર્કેટબ બ્રેડથ નેગેટીવ બની હતી. બીએસઈમાં આજે કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૫૪ સ્ક્રીપમાંથી ઘટનારની સંખ્યા ૧૪૪૪ રહી હતી. જ્યારે વધનારની ૧૩૨૯ રહી હતી. ૧૮૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સામે ૧૨૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી.

ટાટા ગુ્રપ કંપનીઓના શેરોમાં આરંભથી જ એફઆઈઆઈ- લોકલ ફંડોની વેચવાલીએ ટાટા સ્ટીલ રૃ.૨૪.૯૦ ઘટીને રૃ.૫૩૩.૦૦, ટાટા પાવર રૃ.૧૫.૮૦ ઘટીને રૃ.૧૨૮૬, ટાટા મોટર્સ રૃ.૬.૯૦ ઘટીને રૃ.૬૭૩.૬૦, ટીસીએસ રૃ.૫.૭૦ ઘટીને રૃ.૭૨૩.૮૦, ઈન્ડિયન હોટલ્સ રૃ.૮૮.૮૦, ટાટા કોમ્યુનિકેશન રૃ.૧.૫૦ ઘટીને રૃ.૩૦૭.૧૦, ટાટા ટી રૃ.૨.૮૫ ઘટીને રૃ.૯૩૭ રહ્યા હતા. જ્યારે વધનાર ટાટા ગુ્રપની અમુક કંપનીઓના શેરોમાં ટાટા કેમિકલ્સ ખરીદીની એનાલીસ્ટોની ભલામણે રૃ.૪.૩૦ વધીને રૃ.૨૯૨.૪૦, ટાટા ટેલીસર્વિસિઝ રૃ.૨૪.૦૫ રહ્યા હતા.
સ્મોલ કેપ શેરોમાં પસંદગીના શેરોમાં લેવાલીના આર્કષણે મની મેટર્સ રૃ.૧૫.૧૦ ઉછળીને રૃ.૧૮૪.૬૦, થિંકસોફટ ગ્લોબલ સોફટવેર ટેસ્ટિંગની સવલત ધરાવતી ભારતીયકંપનીરૃ.૩૨.૫૫ ઉછળીને રૃ.૫૦૨.૫૦, અહેમદનગર ફોર્જીંગ રૃ.૫.૪૦ વધીને રૃ.૯૯.૯૫, સુપ્રિમ પેટ્રો રૃ.૧.૭૫ વધીને રૃ.૩૭.૬૫, જીએમઆર ઈન્ડસ્ટ્રી રૃ.૬.૪૫ વધીને રૃ.૧૩૫.૮૫, ગ્લોડાઉન ટેકનોસર્વ રૃ.૨૦.૨૫ ઉછળીને રૃ.૫૦૫.૪૫, નીતિન ફાયર રૃ.૭.૯૫ વધીને રૃ.૩૩૯.૭૦, હતા.

 
< પાછળનુ   આગળનુ >

Latest News

From The Archives

ગુજરાત સમાચાર

રાષ્ટ્રીય સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી