Last Updated:19 ડિસેમ્બર 2011

ગુજરાતમાં આવકો વધતાં એરંડા તૂટયા છાપો ઈ-મેલ
કોમોડિટીઝ્
આના લેખક છે GSNEWS   
સોમવાર, 08 ફેબ્રુઆરી 2010
મુંબઈ તેલીબીયાં બજારમાં પામોલીન રીફાઈન્ડનો ભાવ સ્ટોકિસ્ટોની વધતી ડિમાન્ડે ભાવ રૃા. ૩ વધી રૃા. ૩૯૦વાળો રૃા. ૩૯૩ થયો છે.  જોકે એરંડામાં ગુજરાત ખાતે આજે આવકો વધીને ૫૫૦૦૦ ગુણીની થતાં હાજર વાયદાના ભાવો તૂટયા હતા. ગુજરાતમાં ગાબડાના ભાવ રૃા. ૫૬૦-૫૬૧ વાળા આજે તૂટીને રૃા. ૫૪૮-૫૪૯ રહ્યો હતો. એરંડા બિલ્ટીનો ભાવવ રૃા. ૫૭૧ હતો તે ઘટીને રૃા. ૫૫૯ થયો છે. હૈદરાબાદ ખાતે એરંડાની આવકો ૪૫૦૦ ગુણી હતી પરંતુ ત્યાં એરંડા હાજરનો ભાવ રૃા. ૧૦૦ તૂટી રૃા. ૨૫૫૦ અને દિવેલમાં રૃા. ૬ ઘટી રૃા. ૫૭૨ હતો. મુંબઈ એરંડા એપ્રીલનો ભાવ આગલાબંધ રૃા. ૨૮૫૪ સામે આજે રૃા. ૨૮૫૪ ખુલી તૂટી રૃા. ૨૮૧૯ થઈ રૃા. ૨૮૩૦ બંધ હતો. મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે મીશ્ર હવામાન હતું. ચાંદી ૯૯૯નો ભાવ આગલા બંધ રૃા. ૨૫૦૭૦ સામે આજે રૃા. ૨૪૯૧૦ ખુલી છેલ્લે રૃા. ૨૪૯૯૦ રહ્યો હતો. સોનું ૯૯.૯૦નો ભાવ આગલો બંધ રૃા. ૧૬૨૬૦ સામે આજે ૧૬૨૨૫ ખુલી વધી રૃા. ૧૬૨૭૫ બંધ હતો. જે રૃા. ૧૫નો સુધારો હતો. સોનું ૯૯.૯૦નો આગલો બંધ ભાવ રૃા. ૧૬૩૫૦ સામે આજે રૃા. ૧૬૩૧૫ ખુલી રૃા. ૧૫ સુધરી ભાવ વધી છેલ્લે રૃા. ૧૬૩૫૫ રહ્યો હતો. વિશ્વમાં સોનું શનિવારે ૧૦૬૬ ડોલરવાળો આજે વધીને ૧૦૭૩ ડોલર થઈ છેલ્લે ૧૦૬૬ ડોલર બંધ હતો. ચાંદી આગલા બંધ ૧૫.૧૯ ડોલર સામે આજે નીચામાં ૧૫.૦૩ થઈ છેલ્લે ૧૫.૧૧ જેવો બોલાયો હતો. સોનું બિસ્કિટનો ભાવ રૃા. ૫૦ વધી રૃા. ૧,૯૧,૨૫૦ હતો.

વૈશ્વિક બજારોની અસર હેઠળ ભારતમાં આઝે બુલીયન તથા તેલીબિયાનાં વાયદામાં પ્રત્યાઘાતી સુધારો જોવા મળ્યો હતો. જ્યારે મસાલાનાં વાયદા બેતરફી વધઘટ વચ્ચે અથડાયાં હતા. પરિણામે આજે મરચાનાં વાયદામાં બે ટકાની નીચલી સર્કિટ લાગી હતી.એનસીડેક્સ ખાતે આજે સાંજે પ્રથમ સત્રનાં કારોબારને અંતે કુલ ૭૮,૪૬૨ સોદામાં ૩૦૨૮ કરોડ રૃપિયાનાં વેપાર થયા હતા.

 
< પાછળનુ   આગળનુ >

Latest News

From The Archives

ગુજરાત સમાચાર

રાષ્ટ્રીય સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી