Last Updated:19 December 2011

અમે ભારતને મંત્રણા કરવાની ફરજ પાડી છેઃ પાકિસ્તાનની શેખી છાપો ઈ-મેલ
આંતરરાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GSNEWS   
સોમવાર, 08 ફેબ્રુઆરી 2010
(પી.ટી.આઇ.) ઇસ્લામાબાદ તા.૮
નવી દિલ્હીમાં વિદેશ સચિવોની મળનારી બેઠકમાં અમે ભારત સાથે વઘુમાં વઘુ મુદ્દાની ચર્ચા કરીશું એમ પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મોહમ્મદ કુરૈશીએ કહ્યું હતું. જો કે તેમણે ઉમેર્યું હતું કે અમે ભારતને અમારી સાથે મંત્રણા કરવાની ફરજ પાડી છે.

‘ધ ડેલી ટાઇમ્સે’ કુરૈશીને ટાંકીને જણાવ્યું હતું કે પાકિસ્તાન પોતાની સમસ્યાઓ રજૂ કરશે અને ભારત પોતાની વાત રજૂ કરશે. ભારતે કરેલા આંતર-સરહદીય આતંકવાદી હુમલા વિશે પૂછવામાં આવતાં કુરૈશીએ જવાબમાં કહ્યું કે આવી સંવેદનશીલ વાતો મિડિયા દ્વારા ન કરતાં અમે મંત્રણાના ટેબલ પર એ વાત કરીશું.

તેમણે એવો દાવો કર્યો હતો કે ચાહે કશ્મીર મુદ્દો હોય કે પાણીની વહેંચણીનો મુદ્દો હોય, પાકિસ્તાનનો દાવો સબળ છે અને ભારતે એ સ્વીકારવો રહ્યો.

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

રાષ્ટ્રીય સમાચાર

મનોરંજન સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી