|
નામાંકિત ક્રિમિનલ લૉયરનું હુમલાની ઇજાથી અવસાન |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
સોમવાર, 08 ફેબ્રુઆરી 2010 |
|
(પી.ટી.આઇ.)
નવી દિલ્હી તા.૮
ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય અને નામાંકિત ક્રિમિનલ ધારાશાસ્ત્રીના સાળા વિનેાદ શર્માએ કરેલા હુમલાના પગલે આ ધારાશાસ્ત્રી આર કે નસીમનું આજે સવારે હૉસ્પિટલમાં અવસાન થયું હતું એમ મરનારનાં સ્વજનોએ કહ્યું હતું.
જેસિકા લાલ અને પ્રિયદર્શિની મટ્ટુ જેવા મહત્ત્વના કેસોમાં બચાવ પક્ષના વકીલ તરીકે કામ કરી ચૂકેલા નસીમે આજે સવારે માતા છન્નન દેવી હૉસ્પિટલમાં આજે સવારે છેલ્લા શ્વાસ લીધા હતા. અહીં તેઓ ૨૪ જાન્યુઆરીથી સારવાર લઇ રહ્યા હતા.
નસીમને શર્મા સાથે પ્રોપર્ટીનો ઝઘડો હતો. જાન્યુઆરીની ૨૪મીએ શર્મા અને તેના પુત્ર અમિતે નસીમના માથા પર જોરદાર ઘા કર્યો હતો અને શર્માના માણસોએ નસીમ પર ગોળીબાર કર્યો હતો એમ કહેવાય છે.
|