Last Updated:19 ડિસેમ્બર 2011

મેડિકલ વિદ્યાર્થિની પર બળાત્કાર કરનારાને આજીવન કેદની સજા છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GSNEWS   
સોમવાર, 08 ફેબ્રુઆરી 2010
(પી.ટી.આઇ.)
નવી દિલ્હી તા.૮
મૌલાના આઝાદ મેડિકલ કૉલેજની વિદ્યાર્થિની પર ૨૦૦૨માં બળાત્કાર કરનારા આરોપીઓને દિલ્હી હાઇકોર્ટે સોમવારે આજીવન કેદની સજા જાહેર કરી હતી.

જસ્ટિસ પ્રદીપ નંદ્રજોગની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું હતું કે આરોપી રાહુલ રાક્ષસી રીતે અને રાની પશુની જેમ વર્ત્યો છે. કોર્ટે બીજા શકમંદ અમિતને મુક્ત કરતાં કહ્યું પોલીસને કહ્યું હતું કે અમિતે સાત વરસની જેલ ભોગવી લીધી છે માટે એને મુક્ત કરવો. અમિત સામે બળાત્કારનો ગુનો પુરવાર થયો નથી.  ૨૦૦૫ના જાન્યુઆરીમાં દિલ્હીની ટ્રાયલ કોર્ટે આ બંનેને બળાત્કાર માટે અપરાધી જાહેર કર્યા હતા.

આ બંનેનો શિકાર બનેલી યુવતી મૌલાના આઝાદ મેડિકલ કૉલેજની ચોથા વરસની વિદ્યાર્થિની હતી. ૨૦૦૨ના નવેંબરની ૧૫મીએ સેન્ટ્રલ દિલ્હીમાં ખૂની દરવાજા તરીકે ઓળખાતા ઐતિહાસિક સ્થળના ટેરેસ પર છરીની અણીએ ધાકધમકી આપીને પેલી યુવતી પર બળાત્કાર કરવામાં આવ્યો હતો.

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી