|
ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ વિશે શિવસેના બે ત્રણ દિવસમાં નિર્ણય લેશે |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
સોમવાર, 08 ફેબ્રુઆરી 2010 |
|
(પી.ટી.આઇ.)
મુંબઇ તા.૮
ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ વિશે શિવસેનાનું વલણ નરમ કરવાની દરખાસ્ત સાથે કેન્દ્રના ખેતીવાડી પ્રધાન શરદ પવાર શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેને મળ્યા એના થોડા કલાકો પછી શિવસેનાએ ક્હ્યું હતું કે આ અંગે અમે આગામી બે-ત્રણ દિવસમાં નિર્ણય લેશું.
શિવસેનાના મુખપત્ર ‘સામના’માં જણાવાયું હતું કે આગામી બે-ત્રણ દિવસમાં બાળાસાહેબ આ વિશે પોતાનો અભિપ્રાય જાહેર કરશે. અત્રે એ યાદ રહે કે રવિવારે રાત્રે શરદ પવાર મુંબઇના ઉપનગર વાંદરામાં બાળાસાહેબના નિવાસસ્થાન માતોશ્રી ખાતે ગયા હતા અને બાળાસાહેબ સાથે બેઠક યોજી હતી જેમાં બોર્ડ ઑફ ક્રિકેટ કન્ટ્રોલ ઑફ ઇન્ડિયાના પ્રમુખ શશાંક મનોહર અને શિવસેનાના કાર્યવાહક પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પણ હાજર હતા.
આ બેઠકમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સને મુંબઇમાં રમવા દેવા વિશે ચર્ચા થઇ હતી. ‘મારા માટે દેશ વઘુ મહત્ત્વનો છે દેશનું અપમાન મારાથી સહન નહીં થાય’ એમ બાળાસાહેબને ટાંકીને સામનાએ લખ્યું હતું.
|