|
શિવસેના અને મનસે સામે કડક હાથે કામ લેવા કેન્દ્રનો આદેશ |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
સોમવાર, 08 ફેબ્રુઆરી 2010 |
|
(પી.ટી.આઇ.)
નવી દિલ્હી તા.૮
કોઇનું નામ પાડ્યા વિના કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર સરકારને તાજેતરના બનાવો માટે જવાબદાર સૌ કોઇ સામે કડક હાથે કામ લેવાનો આદેશ આપ્યો હતો. દેખીતી રીતેજ આ ઇશારો તાજેતરમાં શાહરૂખ ખાનના પાકિસ્તાની ક્રિકેટર્સ વિશેના વિધાનથી શિવસેના અને મનસે દ્વારા ટપાટપી થઇ હતી જેના પગલે શિવસેનાના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેએ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરૂદ્ધ ટીપ્પણી કરી હતી.
આંતરિક સુરક્ષા વિશેની મુખ્ય પ્રધાનોની પરિષદને સંબોધતાં વચ્ચે અટકીને ગૃહ પ્રધાન પી ચિદંબરમે કહ્યું કે મહારાષ્ટ્રના અને ખાસ તો તાજેતરના મુંબઇના બનાવો માટે જવાબદાર સામે કડક પગલાં લેવામાં આવે એવી આખા દેશની ઇચ્છા છે.
મુંબઇ ફક્ત મરાઠી પ્રજાનું છે અને મહારાષ્ટ્રમાં જન્મેલા લોકોને સરકારી નોકરીમાં અગ્રતાક્રમ મળવો જોઇએ એવું વલણ શિવસેના અને મનસેએ લીઘું હતું જેના પગલે બિનમરાઠી લોકોમાં અને ખાસ તો ઉત્તર ભારતીયોમાં ભયની લાગણી ફરી વળી હતી.
|