Last Updated:19 ડિસેમ્બર 2011

માઓવાદીઓએ હાવરા-મુંબઇ રેલવે લાઇનમાં ગાબડું પાડ્યું છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GSNEWS   
સોમવાર, 08 ફેબ્રુઆરી 2010
(પી.ટી.આઇ.)
ભુવનેશ્વર તા.૮
શકમંદ માઓવાદીઓએે સોમવારે વહેલી સવારે મુંબઇ હાવરા લાઇનમાં સુરંગ વડે ભંગાણ પાડી દેતાં ઓરિસાના રૂરકેલા વિભાગમાં રેલવે વ્યવહાર ખોેરવાઇ ગયો હતો અને એક માલગાડી ખડી પડી હતી.

રૂરકેલાથી ૩૦ કિલોમીટર દૂર ભાલુલતા અને જરૈકેલા વચ્ચે માઓવાદીઓએ રવિવારે મધરાતે એક વાગ્યે રેલવે ટ્રેક ઉડાવી દીધો હતો પરિણામે એક માલગાડી રૂરકેલા સ્ટેશન નજીક ખડી પડી હતી એમ રૂરકેલા સ્ટેશનના સ્ટેશન મેનેજર એસ કે પાન્ડાએ કહ્યું હતું. જો કે આ વિસ્ફોટમાં કોઇને ઇજા થયાના કે ખુવારીના સમાચાર નથી. વિસ્ફોટને કારણે મુંબઇ હાવરા લાઇન પર ઘણી ટ્રેનો સલવાઇ ગઇ હતી. અપ લાઇન પર પણ એવી વિસ્ફોટક સામગ્રી મૂકવામાં આવી નથી ને એની તપાસ રેલવે પોલીસ કરી રહી હતી એમ પણ પાન્ડાએ કહ્યું હતું.

માઓવાદીઓ સામે કેન્દ્ર સરકારે ઓપરેશન ગ્રીન હન્ટ હાથ ધર્યાના વિરોધમાં માઓવાદીઓએ બિહાર, ઝારખંડ, ઓરિસા, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢમાં ૭૨ કલાકના બંધની હાકલ કરી હતી.

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી