Last Updated:19 December 2011

મુસ્લિમો માટે અલગ ક્વોટા હોઇ શકે નહીં ઃ આંધ્ર પ્રદેશ હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GSNEWS   
સોમવાર, 08 ફેબ્રુઆરી 2010
(પી.ટી.આઇ.)
હૈદરાબાદ તા.૮ લધુમતી મુસ્લિમોને અલગ ક્વોટા આપવાની રાજ્ય સરકારની યોજનાને ફગાવી દેતાં આંધ્ર પ્રદેશ હાઇકોર્ટે પોતાના ઐતિહાસિક ચુકાદમાં કહ્યું કે મુસ્લિમો માટે અલગ ક્વોટા હોઇ શકે નહીં.

આ અગાઉની કોંગ્રેસ સરકારે ૨૦૦૭ ના જુલાઇની ૨૩મીએ અન્ડર ધ રિઝર્વેશન ઇન ફેવર ઑફ સોશ્યલિ એન્ડ એજ્યુકેશનલ બૅકવર્ડ ક્લાસીસ ઑફ મુસ્લિમ્સ એક્ટ નામનો કાયદો પસાર કર્યેા હતો જેમાં શિક્ષણ સંસ્થાઓમાં તથા સરકારી નોકરીઓમાં આંધ્ર પ્રદેશના મુસ્લિમોના ૧૫ પછાત જૂથોને ચાર ટકા અનામતની જોગવાઇ કરી હતી. આ કાયદાને પડકારવામાં આવતાં સાત જજોની બનેલી બેન્ચમાંના પાંચ જજે આ કાયદો રદ કરવાનેા ચુકાદો આપ્યો હતો. ચીફ જસ્ટિસ એ આર દવેના અઘ્યક્ષપદે સાત જજોની બેન્ચે એક વરસ સુધી બંને પક્ષોની દલીલો સાંભળી હતી અને ગયા વરસના માર્ચમાં સુનાવણી પૂરી થયેલી જાહેર કરી હતી. એનો ચુકાદો આજે જાહેર કરવામાં આવ્યો હતો.

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી