|
હુમલાથી બચવા ભારતીયોએ ગરીબ બનીને રહેવું જોઈએ |
|
|
|
આંતરરાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
રવિવાર, 07 ફેબ્રુઆરી 2010 |
|
ઓસ્ટ્રેલિયન પોલીસની વિચિત્ર સલાહ
(પીટીઆઈ) મેલબોર્ન, તા. ૭
ઓસ્ટ્રેલિયામાં રહેતા ભારતીયોને હુમલાથી બચવા માટે ત્યાંની પોલીસે
'વિચિત્ર' સલાહ આપી છે. વિકટોરિયન પોલીસના વડા સિમોન ઓવરલેન્ડે ભારતીય
વિદ્યાર્થીઓને સલાહ આપતા જણાવ્યું હતું કે તેઓ હુમલાઓને ટાળવા માટે 'લો
પ્રોફાઈલ' રહે અને બને તેટલું ગરીબ દેખાવાનો પ્રયત્ન કરે.
વિકટોરિયાના પોલીસ કમિશનરના મતે ભારતીય વિદ્યાર્થીઓ દાગીના અને મોંઘી ઘડિયાળ નહિ પહેરે તો હુમલા બંધ થશે
પોલીસ વડાની આવી સલાહના ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીય સમુદાયમાં ઘણા ઘેરા પ્રત્યાઘાતો પડયા છે અને સમુદાયે આ સલાહને ''વાહિયાત'' ગણાવી છે. ગઈકાલે મેલબોર્ન ખાતે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સલામતી અંગેના મંચને ઓવરલેન્ડે જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થીઓ બહુ ભભકાદાર ન દેખાઈને હુમલાખારોનું નિશાન બનતા અટકી શકે છે.
તેમણે જણાવ્યું હતું કે તમારા આઈપોડ, મોંઘી કાંડા ઘડિયાળો અને ઘરેણા દેખાડો નહીં. બને તેટલા વધુ ગરીબ દેખાવાનો પ્રયત્ન કરવાથી હુમલાથી બચી શકાશે. વિકટોરિયન પોલીસના વડાએ કહ્યું હતું કે વિદ્યાર્થીઓ સ્વબચાવ માટે કેટલાક પગલા ભરી શકે તેમ છે. વિદ્યાર્થીઓ મોડી રાત્રે જોખમી વિસ્તારમાં પ્રવાસ કરવાનું ટાળી શકે તેમ હોય તો તેમણે ટાળવું જોઈએ.
વિકટોરિયન વડાપ્રધાન જ્હોન બુ્રમ્બેએ ઓવરલેન્ડનો બચાવ કરતા કહ્યું હતું કે ઓવરલેન્ડની ટિપ્પણી ગુનાખોરીનું વધારે પ્રમાણ ધરાવતા વિસ્તારો માટે હતી. બુ્રમ્બેએ જણાવ્યું હતું કે તેઓ અને તેમની પોલીસના વડા હિંસાની અને તેમાં પણ વંશીય હુમલાની ઘટનાઓને કડક શબ્દોમાં વખોડે છે.
જોકે ભારતીય વિદ્યાર્થી સંગઠને ઓવરલેન્ડની ટિપ્પણીને નકારી કાઢીને જણાવ્યું હતું કે પોલીસ વડાની સલાહ તદ્દન 'વાહિયાત' છે અને આ સલાહ તેમને માન્ય નથી.
|